ગુજરાત (Gujarat)માં આંગણવાડી કાર્યકરો અને તેડાગરની 8000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત (Anganwadi Recruitment) બહાર પાડવામાં આવી છે. ધોરણ 10 પાસ અને ડિપ્લોમા કોર્સ કરેલી મહિલાઓ માટે આંગણવાડીમાં નોકરી કરવાની આ સારી તક છે. રાજ્યની વિવિધ શહેર અને જિલ્લાની આંગણવાડીઓમાં મહિલા અને બાળક વિકાસ વિભાગ ગુજરાત દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. આંગણવાડીની ભરતીનું નોટિફીકેશન (Notification) ઓનલાઈન મૂકવામાં આવ્યું છે, જેના આધારે અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ 2022 છે.
આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ 2022 છે. ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા જે તે જિલ્લો કે શહેરની વિગતો જાણી અને તેના ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી. અરજી કરવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો.
આ ભરતીમાં આંગણવાડી કાર્યકરને માનદ વેતન 7,800 રૂપિયા આપવામાં આવશે, જ્યારે આંગણવાડી તેડાગરને 3,950 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે, જ્યારે આંગણવાડી કાર્યકર (મીની)ને 4,400 રૂપિયા માનદ વેતન આપવામં આવશે.
આંગણવાડી કાર્યકરની જગ્યા માટે ધોરણ 12 પાસ અથવા તો ધો. 10 પાસ પછીના SICTE માન્ય કોઈ કોર્સનો ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમાં કોર્સ કરેલો હોવો જોઈએ. આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધો. 10 પાસ હોવા જોઈએ. અરજી કરનાર અરજદારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
આ નોકરી માટેની પસંદગી પ્રક્રિયા મેરીટના આધારે કરવામાં આવશે. જેમાં ધો.10-12ના ગુણ, ડિપ્લોમાં કોર્સના ગુણ, અનુસ્તાક કોર્સ કર્યો હોય તે તેના ગુણ, અનામત વર્ગના ગુણ, વિધવા હોય તો તેના ગુણ એમ મળીને 100 ગુણના આધારે મેરીટ તૈયાર થશે તેના આધારે ભરતી કરવામાં આવશે.
આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની જગ્યા ભાવનગર શહેર, વડોદરા શહેર, દેવભૂમિ દ્વારકા, નવસારી, તાપી, ડાંગ, રાજકોટ શહેર, જૂનાગઢ શહેર, અરવલ્લી, વડોદરા જિલ્લો, જામનગર શહેર, પાટણ, ગાંધીનગર જિલ્લો, મહેસાણા, જૂનાગઢ જિલ્લો, વલસાડ, છોટાઉદેપુર, મોરબી, ખેડા, ગીર સોમનાથ, મહીસગાર, સુરેન્દ્રનગર, ભાવનગર જિલ્લો, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત શહેર, પોરબંદર, અમદાવાદ જિલ્લો, જામનગર જિલ્લો, બોટાદ, અમદાવાદ શહેર, કચ્છ, પંચમહાલ, નર્મદા, અમરેલી, રાજકોટ જિલ્લો, આણંદ, તાપી જિલ્લામાં બહાર પાડવામાં આવી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-