QS Asia Ranking 2022 માં આ યુનિવર્સિટીએ મારી બાજી, જાણો આ રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાનો થયો સમાવેશ

|

Nov 03, 2021 | 11:35 AM

QS એશિયા રેન્કિંગ 2022 જાહેર કરવામાં આવ્યું છે, જાણો આ રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાનો સમાવેશ થયો છે.

QS Asia Ranking 2022 માં આ યુનિવર્સિટીએ મારી બાજી, જાણો આ રેન્કિંગમાં ભારતની કેટલી સંસ્થાનો થયો સમાવેશ
QS Asia University rankings 2022

Follow us on

QS Ranking 2022 : એશિયા માટે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022 યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં એશિયાની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓને રેન્ક આપવામાં આવ્યા છે. કુલ 500 સંસ્થાઓની આ યાદીમાં ભારતની 118 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. જ્યારે 18 ભારતીય સંસ્થાઓના નામ QS એશિયા રેન્કિંગ 2022 ટોપ 200માં છે. એશિયા રેન્કિંગમાં ભારતની IIT બોમ્બે મોખરે છે. જોકે, IIT બોમ્બેનું રેન્કિંગ ગયા વર્ષની સરખામણીમાં 5 સ્થાન નીચે આવ્યું છે. 100માંથી 71ના સ્કોર સાથે IIT બોમ્બે એશિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં 42મા ક્રમે આવી છે, જે ગયા વર્ષે 37મા સ્થાને હતી.

આ યુનિવર્સિટીએ મારી બાજી

QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2022 અનુસાર, સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીને એશિયાની નંબર યુનિવર્સિટી (Asia University) જાહેર કરવામાં આવી છે. આ સંસ્થાને 100 માંથી 100 ગુણ મળ્યા છે.ઉપરાંત ચીનની પેકિંગ યુનિવર્સિટીએ બીજું સ્થાન મેળવ્યું છે. ત્રીજા સ્થાને હોંગકોંગની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી સિંગાપોર અને યુનિવર્સિટી ઓફ હોંગકોંગ (Hong Kong) છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 એશિયાની ટોચની 10 સંસ્થાઓ

1. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી
2. પેકિંગ યુનિવર્સિટી, ચીન
3. નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપોર
4. હોંગકોંગ યુનિવર્સિટી
5. સિન્હુઆ યુનિવર્સિટી, ચીન
6. હેજિયાંગ યુનિવર્સિટી, ચીન
7. ફુદાન યુનિવર્સિટી, ચીન
8.યુનિવર્સિટી મલાયા, મલેશિયા
9. હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી
10. શાંઘાઈ જિયા સોંગ યુનિવર્સિટી, ચીન

ટોપ 200માં ભારતની આ સંસ્થાઓ સમાવેશ

1. IIT બોમ્બે – એશિયા રેન્ક 42
2. IIT દિલ્હી – એશિયા રેન્ક 45
3. IIT મદ્રાસ – ક્રમ 54
4. IISc બેંગ્લોર – ક્રમ 56
5. IIT ખડગપુર – ક્રમ 60
6. IIT કાનપુર – ક્રમ 64
7. દિલ્હી યુનિવર્સિટી – ક્રમ 77
8. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) – ક્રમ 107
9. IIT રૂરકી – ક્રમ 109
10. IIT ગુવાહાટી – ક્રમ 119
11. કલકત્તા યુનિવર્સિટી – ક્રમ 154
12. હૈદરાબાદ યુનિવર્સિટી – ક્રમ 156
13. જાદવપુર યુનિવર્સિટી – ક્રમ 162
14. IIT ઇન્દોર – ક્રમ 178
15. સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી – ક્રમ 180
16. બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) – ક્રમ 181
17. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજી, મુંબઈ – ક્રમ 183
18. જામિયા મિલિયા ઇસ્લામિયા – ક્રમ 186
19. BITS પિલાની – ક્રમ 194
20. મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન – ક્રમ 194
21. વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (VIT) – ક્રમ 198

 

આ પણ વાંચો: IBPS SO Recruitment 2021: સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગતો

 

આ પણ વાંચો: JoSAA Counselling 2021: JoSAA સીટ એલોટમેન્ટ રાઉન્ડ 2નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

Published On - 11:33 am, Wed, 3 November 21

Next Article