Pariksha Pe Charcha: PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે ‘પરીક્ષા પે ચર્ચા’, રજીસ્ટ્રેશનની તારીખ થઈ જાહેર

|

Dec 26, 2021 | 1:16 PM

Pariksha Pe Charcha: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમનો આ 84મો એપિસોડ હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, તેઓ 2022માં પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.

Pariksha Pe Charcha: PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા, રજીસ્ટ્રેશનની તારીખ થઈ જાહેર
PM Modi (ફાઈલ ફોટો)

Follow us on

Pariksha Pe Charcha: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનો આ 84મો એપિસોડ હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, તેઓ 2022માં પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું, “મિત્રો, હું દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે આવા વિષયો સાથે પરીક્ષા પે પર ચર્ચા કરું છું. આ વર્ષે પણ હું પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનું વિચારી રહ્યો છું. એમ પણ કહ્યું કે, પરિક્ષા પે ચર્ચા માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે ઓનલાઈન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. હું ઈચ્છું છું કે, તમે બધા આમાં ભાગ લો. તમને મળવાનો મોકો મળશે.

મન કી બાતમાં આપી આ માહિતી

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની માહિતી મન કી બાતના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દર વર્ષની જેમ આગામી વર્ષની શરૂઆતમાં પરીક્ષા પર ચર્ચા થશે. સાથે જ તેમણે કહ્યું કે, ચાલો વાંચનને વધુ લોકપ્રિય બનાવીએ. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આ વર્ષે કયા પુસ્તકો વાંચ્યા છે તે શેર કરો. આ રીતે તમે અન્ય લોકોને 2022 માટે તેમની વાંચન સૂચિ બનાવવામાં મદદ કરશો. નરેન્દ્ર મોદીએ કહ્યું કે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

નોંધણી તારીખ જાહેર

પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, અમે સાથે મળીને પરીક્ષા, કારકિર્દી, સફળતા અને વિદ્યાર્થી જીવન સાથે જોડાયેલા ઘણા પાસાઓ પર વિચારણા કરીશું. પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન 28મી ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. તે 28 ડિસેમ્બરથી mygov.in પર ઉપલબ્ધ થશે. આ પ્રક્રિયા 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. આ માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો નોંધણી કરાવી શકે છે.

માહિતી અનુસાર, ગયા વર્ષે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગયા વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરે છે.

 

આ પણ વાંચો: MBA Admissions 2022: તમે IITમાંથી પણ MBA કરી શકો છો, CAT પરીક્ષા દ્વારા જાન્યુઆરીથી મળશે પ્રવેશ

આ પણ વાંચો: Bank PO Salary: શું તમે પણ બેન્ક પીઓ બનવા માંગો છો, જાણો કેટલો મળશે પગાર અને અન્ય સુવિધાઓ

Published On - 1:15 pm, Sun, 26 December 21

Next Article