Pariksha Pe Charcha 2022: પરિક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha) માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. જેઓએ હજુ સુધી અરજી કરી નથી. તેની પાસે વધુ એક તક છે. તેઓ નોંધણી કરાવી શકે છે. આ માહિતી શિક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. નોંધણીની છેલ્લી તારીખ 3જી ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવી છે. MyGov વેબસાઇટ અનુસાર, 11.77 લાખથી વધુ વિદ્યાર્થીઓ, 2.65 લાખ શિક્ષકો અને 88,000 વાલીઓએ PPC 2022 કાર્યક્રમ માટે નોંધણી કરાવી છે. પરિક્ષા પે ચર્ચા એ ભારત સરકારનો વાર્ષિક કાર્યક્રમ છે જે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્તાલાપ કરવાની તક પૂરી પાડે છે.
શિક્ષણ મંત્રાલયે ટ્વિટ કર્યું, “જો તમે ચૂકી ગયા છો, તો ચિંતા કરશો નહીં! PPC2022માં ભાગ લેવા માટેની નોંધણીની તારીખ 2 ફેબ્રુઆરી, 2022 સુધી લંબાવવામાં આવી છે.” અગાઉ, મંત્રાલયે પરિક્ષા પે ચર્ચા 2022 નોંધણી માટેની છેલ્લી તારીખ 22 જાન્યુઆરીથી વધારીને 27 જાન્યુઆરી કરી હતી. MyGov CEO અભિષેક સિંઘના જણાવ્યા અનુસાર, પ્રોગ્રામ માટે નોંધાયેલા કુલ સહભાગીઓમાંથી 50.6 ટકા વિદ્યાર્થીનીઓ અને 49.4 ટકા વિદ્યાર્થીઓ છે.
No worries if you missed it! The registration date to participate in #PPC2022 has been extended to 3rd February 2022.
Get ready to interact with Prime Minister Shri @narendramodi & become #ExamWarriors.
Visit : https://t.co/oYeFu1HKck #PPC2022 pic.twitter.com/YVZIaydwQc— Ministry of Education (@EduMinOfIndia) January 27, 2022
સૌ પ્રથમ વેબસાઇટ www.mygov.in પર જાઓ.
હોમપેજ પર What New Option નીચે આપેલ Pariksha Pe Charcha 2022 લિંક પર ક્લિક કરો.
જે નવું પેજ ખુલશે તેમાં તમને Participate Now બટન દેખાશે. તેના પર ક્લિક કરો.
તમે જે કેટેગરીમાં આવો છો, એટલે કે જો તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી પર જો તમે માતાપિતા છો તો માતાપિતા પર અને જો તમે શિક્ષક છો તો શિક્ષકની લિંક પર ક્લિક કરો. તે પછી સંપૂર્ણ માહિતી આપીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરો.
આ પણ વાંચો: GPSSB Recruitment 2022: ગુજરાતમાં આંકડાકીય મદદનીશ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી
Published On - 1:41 pm, Fri, 28 January 22