Army Recruitment: ગુજરાત માટે અગ્નિવીર ભરતી રેલી, આર્મી ભરતી માટે ઓનલાઈન સામાન્ય પ્રવેશ પરીક્ષા શરૂ

ગુજરાત માટે અગ્નિવીર ભરતી રેલી 2023-24 માટે લાયક નોંધાયેલા ઉમેદવારો માટેની ઑનલાઇન સામાન્ય પ્રવેશ પરીક્ષા (CEE)રાજ્યભરમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર ખાતે આવેલા 12 પરીક્ષા કેન્દ્રો પર શરૂ થઈ છે.

Army Recruitment: ગુજરાત માટે અગ્નિવીર ભરતી રેલી, આર્મી ભરતી માટે ઓનલાઈન સામાન્ય પ્રવેશ પરીક્ષા શરૂ
Agnipath Scheme for Gujarat
| Edited By: | Updated on: Apr 25, 2023 | 6:13 PM

ભારતીય સેનાએ પ્રથમ તબક્કા તરીકે કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન સામાન્ય પ્રવેશ પરીક્ષાની રજૂઆત સાથે અગ્નિવીર, જુનિયર કમિશન્ડ ઓફિસર્સ અને અન્ય શ્રેણીઓની ભરતી માટેની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. ગુજરાત માટે અગ્નિવીર ભરતી રેલી 2023-24 માટે લાયક નોંધાયેલા ઉમેદવારો માટેની ઑનલાઈન સામાન્ય પ્રવેશ પરીક્ષા (CEE)રાજ્યભરમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર ખાતે આવેલા 12 પરીક્ષા કેન્દ્રો પર શરૂ થઈ છે. પરીક્ષા 26 એપ્રિલ 2023 સુધી ચાલશે.

આ પણ વાંચો: Weather News: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની રહેશે અસર

શિક્ષણ મંત્રાલય હેઠળની મીની રત્ન કંપની એજ્યુકેશન કન્સલ્ટન્સી સર્વિસીસ ઈન્ડિયા લિમિટેડની મદદથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે. દેશમાં યુવાનોની તકનીકી ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થયો છે અને નેટવર્ક કનેક્ટિવિટી અને સ્માર્ટફોનના પ્રસાર સાથે યુવાનો હવે શારીરિક પરીક્ષાઓ માટે લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે ઓનલાઈન પરીક્ષા આપવા માટે સશક્ત બન્યા છે.

બદલાયેલ પદ્ધતિ પસંદગી દરમિયાન જ્ઞાનાત્મક પાસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને ગેરરીતિની શક્યતાને અટકાવશે. સમગ્ર દેશમાં તેની વ્યાપક પહોંચ હશે અને ભરતી રેલીઓ દરમિયાન જોવા મળતી મોટી ભીડને ઘટાડીને તેને વધુ વ્યવસ્થિત અને સંચાલનમાં સરળ બનાવશે.

નવી ભરતી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, ઓનલાઈન નોંધણી અને અરજી કરનાર તમામ ઉમેદવારો ઓનલાઈન કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાંથી પસાર થશે. બીજા તબક્કામાં, શોર્ટ લીસ્ટ ઉમેદવારોને જૂન 2023થી સંબંધિત આર્મી ભરતી કાર્યાલય દ્વારા નક્કી કરાયેલા સ્થાનો પર તબક્કાવાર ભરતી રેલીઓ માટે બોલાવવામાં આવશે, જ્યાં તેઓ શારીરિક યોગ્યતા કસોટી અને શારીરિક માપન કસોટીમાંથી પસાર થશે.

છેલ્લે ત્રીજા તબક્કામાં પસંદગી પામેલા ઉમેદવારોની મેડિકલ ટેસ્ટ થશે. ત્યારબાદ, સફળ ઉમેદવારોની અંતિમ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. સુધારેલી ભરતી પ્રણાલી ભરતી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત, પારદર્શક બનાવશે અને દેશમાં ઉપલબ્ધ નવીનતમ માહિતી ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…