NTAએ NEET 2021 ફેઝ 2 માટે એપ્લિકેશન વિન્ડો ખોલી, કરેક્શન કરવા માટે મળી બીજી તક

|

Oct 22, 2021 | 5:09 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (National Testing Agency) નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ - અંડરગ્રેજ્યુએટ (NEET UG) ના બીજા તબક્કા માટે એપ્લિકેશન પ્રક્રિયા અને કરેક્શન વિન્ડો ફરી શરૂ કરી છે.

NTAએ NEET 2021 ફેઝ 2 માટે એપ્લિકેશન વિન્ડો ખોલી, કરેક્શન કરવા માટે મળી બીજી તક
NTA opened the application window for NEET 2021

Follow us on

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (National Testing Agency) નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – અંડરગ્રેજ્યુએટ (NEET UG) ના બીજા તબક્કા માટે એપ્લિકેશન પ્રક્રિયા અને કરેક્શન વિન્ડો ફરી શરૂ કરી છે. મેડિકલ ઉમેદવારો 26 ઓક્ટોબરે રાત્રે 11:50 સુધી NEET UGના બીજા તબક્કા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

તબક્કા 2ની એપ્લિકેશન પૂર્ણ કરવા માટે, ઉમેદવારોએ રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરવું પડશે. તેવી જ રીતે ઉમેદવારોએ પણ એપ્લિકેશન સુધારણા માટે લોગીન કરવું પડશે. વિદ્યાર્થીઓ પહેલાથી ભરેલા NEET UG એપ્લિકેશન ફોર્મમાં તેમની લિંગ, રાષ્ટ્રીયતા, ઈ-મેલ સરનામું, કેટેગરી, પેટા-શ્રેણીમાં ફેરફાર કરી શકે છે.

આપને જણાવી દઈએ કે, આ વખતે NTAએ NEET 2021 ના ​​એપ્લિકેશન ફોર્મને 2 ભાગો, તબક્કા 1 અને તબક્કા 2 માં વહેંચ્યા છે. તબક્કા 1 ની અરજી પ્રક્રિયા પરીક્ષા પહેલા પૂર્ણ કરવાની છે અને તબક્કા 2 ની અરજીની પ્રક્રિયા પરિણામ પહેલા પૂર્ણ કરવાની છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

NEET 2021 Phase 2 આ રીતે કરો રજિસ્ટ્રેશ

સ્ટેપ 1- ઓફિશિયલ વેબસાઈટ neet.nta.nic.in પર જાઓ.
સ્ટેપ 2 – ત્યારબાદ વેબસાઈટ પર આપવામાં આવેલી રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3 – રજિસ્ટ્રેશન કરી લોગઈન જનરેટ કરો.
સ્ટેપ 4 – હવે પોતાનું એપ્લિકેશન ફોર્મ ભરો.
સ્ટેપ 5– ફોટો અને સહી અપલોડ કરો.
સ્ટેપ 6– રજિસ્ટ્રેશન ફી સબમિટ કરો.
સ્ટેપ 7– એપ્લિકેશનની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્રિંટ લઈ લો.

NEET 2021 અરજી ફોર્મમાં સુધારો કેવી રીતે કરવો

સ્ટેપ 1: ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લો.
સ્ટેપ 2: વેબસાઈટ પર આપેલી Correction Window ની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો.
સ્ટેપ 4: તમે જે માહિતી એડીટ કરવા માંગો છો તેને એડીટ કરો.
સ્ટેપ 5: અરજી ફોર્મ ફરીથી સબમિટ કરો.

 

આ પણ વાંચો:JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

આ પણ વાંચો:IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ

Next Article