હવે એકના બદલે બે વર્ષનો રહેશે LLMનો અભ્યાસક્રમ, રેગ્યુલર LLB કરનારને જ મળશે LLMમાં પ્રવેશ

|

Jan 08, 2021 | 7:21 PM

હાલમાં શરૂ એક વર્ષનો LLM અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી શરૂ રહેશે. નવા બે વર્ષના LLM અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આપવી પડશે પરીક્ષા

હવે એકના બદલે બે વર્ષનો રહેશે LLMનો અભ્યાસક્રમ, રેગ્યુલર LLB કરનારને જ મળશે LLMમાં પ્રવેશ

Follow us on

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હવે કાયદાનો એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ – LLM (Master of Law) બે વર્ષનો કરવાનો નિર્ણય લીધો છે. પણ જે LLM અભ્યાસક્રમ અત્યારે શરૂ છે એ પૂરો થાય ત્યાં સુધી શરૂ રહેશે. આ એક વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ વર્ષ 2013માં શરૂ કરવામાં આવ્યો હતો.

રેગ્યુલર LLB કરનારને જ LLMમાં પ્રવેશ
બાર કાઉન્સિલની ઉચ્ચ શિક્ષણ સમિતિએના નિયમ 2020 માં કાયદાનો પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ બે વર્ષનો કરવામાં આવ્યો છે. કાયદાના આ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ – LLMમાં એ વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે જેમણે કાયદાનો સ્નાતક અભ્યાસક્રમ – LLB (Bachelor of Law) રેગ્યુલર મોડમાં પૂર્ણ કર્યો હશે. બાર કાઉન્સિલ દ્વારા આ નિયમોને અધિસૂચિત કર્યા બાદ કાયદાના પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમમાં આ ફેરફાર લાગુ થશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

વર્ષમાં એક વાર યોજાશે LLMની પ્રવેશ પરીક્ષા
બાર કાઉન્સિલની ઉચ્ચ શિક્ષણ સમિતિએના નિયમ 2020 પ્રમાણે હવે બે વર્ષના કાયદાના નવા અભ્યાસક્રમ – LLM (Master of Laws)માં પ્રવેશ માટે રેગ્યુલર મોડમાં LLM પાસ કરનાર વિદ્યાર્થીએ પ્રવેશ પરીક્ષા આપવી પડશે. કાઉન્સિલ દ્વારા આ પરીક્ષા વર્ષમાં એક વાર લેવામાં આવશે.

Next Article