NEET UG Counselling 2021: મેડિકલ યુજી એડમિશન 2021 માટે NEET UG કાઉન્સિલિંગ 2021 તારીખોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Union Health Minister Mansukh Mandaviya) મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, NEET UGનું કાઉન્સેલિંગ 19 જાન્યુઆરી 2022થી શરૂ થશે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે 15% ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) સીટો માટે ઓનલાઈન કાઉન્સેલિંગ કરશે. અરજદારો MCCની અધિકૃત વેબસાઇટ પર તેની વિગતો ચકાસી શકે છે. આરોગ્ય મંત્રી દ્વારા ચોઇસ ફિલિંગ અને સીટ એલોટમેન્ટ સંબંધિત માહિતી શેર કરવામાં આવી છે. કુલ 192 મેડિકલ કોલેજો NEET UG માં રાજ્ય ક્વોટા હેઠળ 23,378 MBBS બેઠકો ઓફર કરે છે. તે જ સમયે, 272 સરકારી કોલેજો દ્વારા ઓફર કરવામાં આવતી MBBS બેઠકોની કુલ સંખ્યા 41,388 છે.
MBBS માટે 83,075, BDS માટે 26,949, આયુષ માટે 52,720, BVSC અને AH માટે 603, AIIMS માટે 1,899 અને JIPMER માટે 249. કાઉન્સેલિંગ પ્રક્રિયાની શરૂઆત વિશેની માહિતી MCCની સત્તાવાર વેબસાઇટ mcc.nic.in પર આપવામાં આવશે.
NEET કાઉન્સેલિંગ 2021 વિલંબિત
NEET કાઉન્સેલિંગ 2021માં વિલંબને કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા. છેવટે, સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં સૂચના આપ્યા પછી, કાઉન્સેલિંગમાં અવરોધો લગભગ દૂર થઈ ગયા. પાછળથી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા NEET PG કાઉન્સિલિંગની તારીખની જાહેરાતથી અરજદારોને રાહત મળી.
કુલ 192 સરકારી કોલેજો છે, જે MBBS કોર્સ માટે 4129 AIQ બેઠકો ઓફર કરે છે. જે તમામ રાજ્યો દ્વારા ઓફર કરવામાં આવતી કુલ બેઠકોના 15% છે. ઉમેદવારો આ AIQ બેઠકોમાં MCC દ્વારા પ્રવેશ મેળવે છે અને બાકીની 85% રાજ્ય ક્વોટા બેઠકો માટે, રાજ્યો પરામર્શ પ્રક્રિયા હાથ ધરે છે અને તેમની પાસે તેમના સંબંધિત યોગ્યતા માપદંડ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પીજી કાઉન્સેલિંગની તારીખ જાહેર કરી છે. NEET PG કાઉન્સેલિંગ 12 જાન્યુઆરીથી શરૂ થયું છે. આ વખતે NEET PG સીટો માટે કાઉન્સેલિંગ ચાર રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. AIQ રાઉન્ડ 1, AIQ રાઉન્ડ 2, AIQ મોપ અપ અને AIQ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 11 હજાર 176 કેસ નોંધાયા, 5ના મોત
આ પણ વાંચો: વડોદરા : સોખડા મંદિરનો વિવાદ વધુ વકર્યો, સેવક અનુજ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી