પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET PG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ NBE દ્વારા NEET PG પરીક્ષા 2023માં પસંદગી પામેલા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ nbe.edu.in પર જઈને પરિણામ જોઈ શકે છે. જે વિદ્યાર્થીઓ NEET PG 2023 ની પરીક્ષામાં ક્વોલિફાય થશે તેઓ MD/MS/PG ડિપ્લોમા અને પોસ્ટ MBBS DNB કોર્સમાં સીધો પ્રવેશ મેળવવા માટે પાત્ર હશે.
NEET PG પરીક્ષા 5 માર્ચ, 2023 ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી, આ વર્ષે લગભગ 2.09 લાખ ઉમેદવારોએ NEET-PG પરીક્ષા 2023 માટે નોંધણી કરાવી હતી. પરિણામ ચકાસવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.
“The result of NEET-PG 2023 has been announced today!..,” tweets Union Health Minister Dr Mansukh Mandaviya.#TV9News pic.twitter.com/u5DQo2c8fv
— Tv9 Gujarati (@tv9gujarati) March 14, 2023
અહીં સીધી લિંક પરથી NEET PG પરિણામ 2023 તપાસો.
અંડર ગ્રેજયુએટ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે NEET UGની પરીક્ષા આવે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ એટલે ગ્રેજ્યુએશન કર્યા પછી માસ્ટર ડિગ્રીના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે NEET PGની પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે. દેશમાં પીજી મેડિકલ સીટોની સંખ્યા કેટલી છે. તેનો જવાબ સરકારે આપ્યો હતો. જેમાં આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે આ અંગે માહિતી આપી હતી.
પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે NEET PG માટે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. NEET PGની પરીક્ષા 5 માર્ચે લેવામાં આવી હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે. સરકારે સંસદમાં જણાવ્યું હતુ કે, છેલ્લા આઠ વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં 69 ટકાનો વધારો થયો છે.
2014માં 387 મેડિકલ કોલેજ હતી જે હવે વધીને 654 થઈ ગઈ છે. સરકારે કહ્યું હતુ કે, આ સમયગાળા દરમિયાન MBBS સીટોની સંખ્યામાં 94 ટકાનો વધારો થયો છે. યુજી મેડિકલ સીટ 51,348 થી વધીને 99,763 થઈ છે. બીજી તરફ પીજી મેડિકલ સીટોની વાત કરીએ તો તેમાં 107 ટકાનો વધારો થયો છે. સરકારે કહ્યું કે, 2014માં પીજી મેડિકલ સીટોની સંખ્યા 31,185 હતી, જે હવે વધીને 64,559 થઈ ગઈ છે.
Published On - 7:23 pm, Tue, 14 March 23