Navy Agniveer Recruitment 2023 : નૌકાદળમાં અગ્નિવીર ભરતી માટે આ દિવસથી કરો અરજી, જાણો કેટલી જગ્યાઓ છે ખાલી

|

May 28, 2023 | 2:06 PM

Indian Navy Agniveer Recruitment 2023 : ભારતીય નૌકાદળમાં અગ્નિવીર ભરતી માટેની અરજીઓ ઓનલાઈન લેવામાં આવશે. આમાં અરજી કરવા માટે વ્યક્તિએ ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જવું પડશે.

Navy Agniveer Recruitment 2023 : નૌકાદળમાં અગ્નિવીર ભરતી માટે આ દિવસથી કરો અરજી, જાણો કેટલી જગ્યાઓ છે ખાલી
Navy Agniveer Recruitment 2023

Follow us on

Indian Navy Agniveer Recruitment 2023 : ભારતીય નૌકાદળમાં અગ્નિવીરની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નેવી અગ્નિવીર SSR દ્વારા કુલ 1365 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 29 મેથી શરૂ થશે. આમાં અરજી કરવા માટે, ભારતીય નૌકાદળની ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જવું પડશે.

આ પણ વાંચો : Army Agniveer Result 2023: અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર, સીધી લિંક પરથી અહીં તપાસો

ભારતીય નૌકાદળ દ્વારા જાહરે કરવામાં આવેલી સૂચના અનુસાર Navy Agniveer SSR & MR માટે નોંધણી ઓનલાઈન લેવામાં આવી રહી છે. આમાં, તમે 15 જૂન 2023 સુધી અરજી કરી શકો છો. તે જ સમયે પરીક્ષાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તમે આમાં અરજી કરવાની ચોક્કસ રીત નીચે જોઈ શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Navy Agniveer માટે આ રીતે કરો અપ્લાઈ

  1. આમાં અરજી કરવા માટે ઓફિશઇયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જાઓ.
  2. વેબસાઈટના જ ફ્રન્ટ પેજ પર CAREER AND JOB ની લિંક પર ક્લિક કરો.
  3. આ પછી Indian Navy Recruitment 2023 ના વિકલ્પ પર જાઓ.
  4. આગળના પેજ પર ડિટેલ્સ ફીડ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  5. રજીસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  6. અરજી કર્યા પછી પ્રિન્ટ લો.

સિલેક્શન પ્રોસેસ

અગ્નવીર પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્રની 10+2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવારોએ 12માં ઓછામાં ઓછો એક વિષય રસાયણશાસ્ત્ર અથવા જીવવિજ્ઞાન અથવા કમ્પ્યુટર સાયન્સ હોવો આવશ્યક છે.

આ ખાલી જગ્યા માટેની પસંદગી પ્રક્રિયા બે તબક્કાની હશે. જેમાં પ્રથમ કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા અને ત્યારબાદ મેડિકલ ટેસ્ટ આપવાની રહેશે. લેખિત પરીક્ષામાં પ્રશ્નપત્ર કોમ્પ્યુટર આધારિત હશે, જેમાં કુલ 100 પ્રશ્નો હશે, દરેક પ્રશ્ન 01 માર્કનો હશે.

માત્ર અપરિણીત ભારતીય પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ નોંધણી માટે પાત્ર છે. ઉમેદવારોએ પરીક્ષા સમયે ‘અપરિણીત’ હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અગ્નિવીરોને તેમના ચાર વર્ષના સમગ્ર કાર્યકાળ દરમિયાન લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article