LRD પેપર લીક કૌભાંડમાં ગુનેગારોને સજા મળે તે જ ‘ન્યાય યાત્રા’નો મુખ્ય હેતુ : અલ્પેશ ઠાકોર

|

Dec 06, 2018 | 11:48 AM

લોક રક્ષક પેપર લીકના કૌભાંડમાં એક પછી એક આરોપીઓની ધરપકડનો દોર ચાલી રહ્યો છે. તો બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ‘ન્યાય યાત્રા’ નીકળી હતી. અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમથી અલ્પેશ ઠાકોર બાઇક લઇને ગાંધીનગર જવા માટે રવાના થઇ ગયા છે. આ […]

LRD પેપર લીક કૌભાંડમાં ગુનેગારોને સજા મળે તે જ ન્યાય યાત્રાનો મુખ્ય હેતુ : અલ્પેશ ઠાકોર

Follow us on

લોક રક્ષક પેપર લીકના કૌભાંડમાં એક પછી એક આરોપીઓની ધરપકડનો દોર ચાલી રહ્યો છે. તો બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ‘ન્યાય યાત્રા’ નીકળી હતી. અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમથી અલ્પેશ ઠાકોર બાઇક લઇને ગાંધીનગર જવા માટે રવાના થઇ ગયા છે.

આ પણ વાંચો : કેમ આ ગુજરાતની સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ કરે છે પડાપડી ? સ્કુલની બહાર લાગી લાંબી લાઈન !

આ ન્યાયયાત્રામાં ઓબીસી, એસટી, એસસી એક્તામંચના કાર્યકરોએ ભાગ લીધો હતો. જેના પહેલા ગાંધી આશ્રમ ઉપર અલ્પેશે કહ્યું કે, જે પ્રકારે ગુજરાતમાં લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના બની છે એમાં આરોપીઓને પકડવામાં આવ્યા નથી. હજી સુધી મોટા માથાઓને પકડવાના બાકી છે. પોલીસ નાની માછલીઓને પકડી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અલ્પેશે સાથે જ કહ્યું કે, ભૂતકાળમાં પણ અનેક વખત ભરતી પ્રક્રિયામાં ઘોટાળા થયા હતા. એમાં પણ એકપણને સજા નથી મળી જે એમાં ગુનેગાર હતા. જો દિલ્હીથી આ પ્રકરણનો છેડો પહોંચશે તો મોટા માથાઓ ચોક્કસ બહાર આવશે. પછી ભલે મોટા નેતા હોય કે મોટા અધિકારીઓ જ કેમ ના હોય એમને કડકમાં કડક સજા મળવી જોઇએ.

[yop_poll id=”140″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article