Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

|

Apr 20, 2022 | 6:49 PM

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ ઓપન સ્કૂલિંગ (MSBOS) એ મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકે છે.

Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
Maharashtra Open School Results 2022

Follow us on

Maharashtra Open School Result 2022: મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ ઓપન સ્કૂલિંગ (MSBOS) એ મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકે છે. પરિણામ સત્તાવાર વેબસાઇટ msos.ac.in પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઓપન સ્કૂલ બોર્ડની પરીક્ષા 30 ડિસેમ્બર, 2021 થી 8 જાન્યુઆરી, 2022 દરમિયાન લેવામાં આવી હતી. મુંબઈ, પુણે, કોલ્હાપુર અને અન્ય તમામ MSBSHSE વિભાગના વિદ્યાર્થીઓ તેમના પરિણામો ચકાસી શકે છે. પરિણામ તપાસવા માટેની માહિતી નીચે આપેલ છે. જો કોઈ વિદ્યાર્થીઓને પરિણામ જોવામાં સમસ્યા થઈ રહી હોય તો તેઓ નીચે આપેલી સીધી લિંક પરથી પરિણામ જોઈ શકશે.

મહારાષ્ટ્ર 5મું, 8મું ઓપન સ્કૂલ પરિણામ 2022 વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, જે પરિણામ બહાર પાડવામાં આવ્યું છે તે માત્ર સ્કોર કાર્ડ છે. અંતિમ પ્રમાણપત્ર થોડા સમય પછી જાહેર કરવામાં આવશે.

આ રીતે ચેક કરો પરિણામ

1. વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ ઓપન સ્કૂલિંગની અધિકૃત વેબસાઇટ msos.ac.inની મુલાકાત લેવાની રહેશે.
2. હોમપેજ પર ત્યાં આપેલ વર્ગ 5, 8 પરિણામ લિંક પર ક્લિક કરો.
3. તમારો રોલ નંબર અથવા અન્ય કોઈપણ વિગતો દાખલ કરો.
4. તમારું MSBOS પરિણામ 2022 તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
5. ભાવિ સંદર્ભ માટે એક નકલ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સીધું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 5 અને 8 માટે મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ પરીક્ષા 30 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી, 2022 દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન, પુણે, ઔરંગાબાદ, કોલ્હાપુર, મુંબઈ, અમરાવતી અને કોંકણના તમામ છ વિભાગોમાં લેવામાં આવી હતી. જે પરિણામ ડાઉનલોડ થશે તે કામચલાઉ પરિણામ હશે. મુખ્ય પરિણામ થોડા સમય પછી ઉપલબ્ધ થશે. વધુ વિગતો માટે ઉમેદવારો MSBOSની સત્તાવાર સાઇટની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો: શિક્ષકનો સેવાયજ્ઞ : આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડનાર દીકરીઓને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે શિક્ષણ

આ પણ વાંચો: દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article