સરકારી નોકરીઓ માટે સતત વધતી સ્પર્ધા વચ્ચે ઉમેદવારો માટે યોગ્ય કારકિર્દી પસંદ કરવી મુશ્કેલ બની રહી છે. દરેક યુવાનો પોતાની લાયકાત અનુસાર પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. કેટલાક ઈજનેર બનવા માંગે છે, કેટલાક ડોક્ટર અથવા સીએ બનવા માંગે છે. સાથે જ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળે તે જરૂરી છે.
આવી જ રીતે સરકારી નોકરીઓમાં લેખપાલની પોસ્ટ હોય છે, જેના માટે મોટી સંખ્યામાં ઉમેદવારો તૈયારી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે લેખપાલ બનવા માટે કઈ લાયકાત જરૂરી છે ? અને લેખપાલનો પગાર કેટલો છે ? અહીં અમે લેખપાલ અને તેની ભરતી તેમજ તૈયારીને લગતી સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.
લેખપાલ એટલે શું ?
સૌથી પહેલા જાણી લો કે લેખપાલ શું હોય છે. આ પોસ્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હેઠળ આવે છે. લેખપાલને અગાઉ પટવારી કહેવામાં આવતું હતું. લેખપાલ બનવા માટે ઉમેદવારે લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
લાયકાત
1. તમારે 12 પાસ હોવું જોઈએ.
2. કોઈ પણ પ્રવાહમાંથી 12 પાસ કરેલ ઉમેદવારો પાત્ર છે.
3. લઘુતમ ટકાવારીની કોઈ શરત નથી.
4. કેટલાક રાજ્યોમાં મહત્તમ વય મર્યાદા 38 વર્ષ છે.
5. રાજ્યોના નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે છે.
6. ઉમેદવાર પાસે કોમ્પ્યુટર પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
વય મર્યાદા
લેખપાલના પદ માટે, ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને વય છૂટ આપવામાં આવે છે.
પગાર
લેખપાલનો પગાર 5,200-20,200 પે ગ્રેડ મુજબ છે. લેખપાલ એક કારકુની પોસ્ટ છે જે ગ્રુપ સી હેઠળ આવે છે. એટલા માટે તેમાં વધારે પગાર નથી. તેમ છતાં, તે સરકારી નોકરી છે અને જોબ સિક્યોરિટી, પેન્શન, પીએફ જેવી વસ્તુઓ તેમાં ઉમેરવામાં આવે છે. આ પોસ્ટનું કામ ખૂબ મહત્વનું છે, તેથી તેની માગ ખૂબ વધારે છે.
લેખપાલની ફરજો
લેખપાલ એક સરકારી અધિકારી છે, તેમનું મોટાભાગનું કામ ગ્રામીણ વિસ્તારોમાં છે. લેખપાલ પાસે એક અથવા વધુ ગામો હોય છે, તેમની પાસે તે ગામોની જમીન વિશેની સંપૂર્ણ માહિતી હોય છે. ઉદાહરણ તરીકે, કોની પાસે કેટલી જમીન છે, તે જમીન પર શું છે, કયા પ્રકારની જમીન છે, કોણ નિયંત્રણ કરે છે વગેરે.
પરીક્ષાનો અભ્યાસક્રમ
લેખિત પરીક્ષા 100 ગુણની હોય છે અને તેના માટે 90 મિનિટ આપવામાં આવે છે, તેમાં માઇનસ માર્કિંગ નથી. પરીક્ષામાં હિન્દી, સામાન્ય જ્ઞાન, ગણિત અને ગ્રામ સમાજ અને વિકાસના પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેક વિભાગમાં 25-25 પ્રશ્નો હોય છે.
આ પણ વાંચો : RRB NTPC Result 2021: ટૂંક સમયમાં આવી શકે છે NTPC CBT 1 નું પરિણામ, તમે આ રીતે ચેક કરી શકશો
આ પણ વાંચો : SBI Admit Card: SBI એપ્રેન્ટિસ ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાયરેક્ટ લિંક પરથી આ રીતે ડાઉનલોડ કરો