સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં CBO ની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

|

Dec 23, 2021 | 1:30 PM

SBI CBO Recruitment 2021: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા સર્કલ આધારિત અધિકારીઓની કુલ 1226 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં CBO ની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી
SBI CBO Recruitment 2021

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)દ્વારા સર્કલ આધારિત ઓફિસરની જગ્યા પર ભરતી માટે બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યામાં ટૂંક સમયમાં જ અરજીની પ્રક્રિયા બંધ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરી શક્યા નથી તેઓ સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા (SBI CBO Recruitment 2021) દ્વારા કુલ 1226 જગ્યાઓ પર ભરતી થવાની છે.

ઉમેદવારો આ ખાલી જગ્યા (SBI CBO Recruitment 2021) માટે 29 ડિસેમ્બર 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, સ્ક્રીનીંગ ટેસ્ટ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષાનું સમયપત્રક જાન્યુઆરી 2022 માં નક્કી કરવામાં આવ્યું છે, પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 12 જાન્યુઆરી, 2022 સુધીમાં જાહેર કરાશે. ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાંથી મેળવી શકાય છે.

રાજ્ય મુજબ ખાલી જગ્યાની વિગતો

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

ગુજરાત- 354
કર્ણાટક – 278
તમિલનાડુ- 276
મધ્ય પ્રદેશ- 162
રાજસ્થાન- 104
છત્તીસગઢ- 52

આ રીતે અરજી કરો

સૌ પ્રથમ, ઉમેદવારો SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ.
વેબસાઇટના હોમ પેજ પર દેખાતી SBI CBO ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
હવે માગવામાં આવેલ માહિતી દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો.
તમારા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
ત્યાર બાદ અરજી ફોર્મ ભરો.
બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ કરો.

પસંદગી પ્રક્રિયા

ભારતીય સ્ટેટ બેંક (SBI) સર્કલ આધારિત ઓફિસર (CBO) ભરતીમાં ઉમેદવારોની પસંદગી કુલ ત્રણ રાઉન્ડમાં કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ ઓનલાઈન લેખિત પરીક્ષા, બીજો રાઉન્ડ સ્ક્રીનીંગ અને ત્રીજો રાઉન્ડ ઈન્ટરવ્યુનો રહેશે. દરેક રાઉન્ડમાં, ઉમેદવારોને પરીક્ષામાં યોગ્યતાના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. અંતિમ પસંદગી માટે ઉમેદવારોએ ઓનલાઈન લેખિત પરીક્ષા અને સ્ક્રિનિંગ રાઉન્ડ પાસ કરવાનો રહેશે.

લાયકાત અને વય મર્યાદા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે ઉમેદવારો રજિસ્ટર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે તેઓ આ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારોને ભાષાની પણ સારી સમજ હોવી જોઈએ. ત્યારે 1 ડિસેમ્બર 2021 સુધીમાં, 21 થી 30 વર્ષના ઉમેદવારો આ પદો પર ભરતી માટે અરજી કરી શકે છે. અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો: Viral Video: એસ્ટ્રોનોટ્નો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં વાળ કપાવતો વીડિયો વાયરલ

આ પણ વાંચો: Technology: બદલાઈ જશે WhatsApp નું વોઈસ અને વીડિયો કોલ ઈન્ટરફેસ, કંઈક આ રીતે મળશે જોવા

Next Article