કોલકત્તાની (Kolkata) જાદવપુર યુનિવર્સિટી (JU) ના વિદ્યાર્થી બિસાખ મંડલને (Bisakh Mondal) ફેસબુકમાં 1.8 કરોડ રૂપિયાના પેકેજ સાથે નોકરી મળી છે. બિસાખ મંડલ જાદવપુર યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના ચોથા વર્ષનો વિદ્યાર્થી છે. મંડલ સપ્ટેમ્બરમાં લંડન જવા રવાના થશે. બિસાખ મંડલ આ વર્ષે જેયુમાંથી સૌથી વધુ પેકેજ લેનાર વિદ્યાર્થી બન્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અલગ અલગ એન્જિનિયરિંગ વિભાગના નવ વિદ્યાર્થીઓએ 1 કરોડ રૂપિયાથી વધુના પેકેજ મેળવ્યા છે. ફેસબુકમાં નોકરી મળ્યા બાદ મંડલે LinkedIn- દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી છે. મંડલે કહ્યું કે તેને ગૂગલ (Google) લંડન અને એમેઝોન (Amazon) બર્લિન તરફથી ઓફર મળી છે. મંડલે વધુમાં કહ્યું કે મને મેટા સાથે કામ કરીને ખુશી થશે.
મંડલે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તે સપ્ટેમ્બરમાં લંડન જવા રવાના થશે. મંડલે કહ્યું કે કોવિડ-19 મહામારી દરમિયાન છેલ્લા વર્ષોમાં મને ઘણી મોટી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળી. ઈન્ટર્નશિપે મને મેટા ઈન્ટરવ્યુને ક્રેક કરવામાં ઘણી મદદ કરી છે.
મંડલે કહ્યું કે મેટામાં પેકેજ વધુ મળવાને કારણે મેં ગૂગલ અને એમેઝોનનો ઓપ્શન છોડી દીધો છે. જેયુના પ્લેસમેન્ટ અધિકારી સમિતા ભટ્ટાચાર્યએ મીડિયાને કહ્યું કે મહામારી પછી આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્લેસમેન્ટ મળ્યું છે. મંડલની માતાએ જણાવ્યું કે મંડલ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી છે. નાનપણથી જ મંડલને મોટી કંપનીમાં કામ કરવાનો શોખ હતો અને આ ઊંચાઈ મેળવવા માટે મંડલે ઘણો સંઘર્ષ પણ કર્યો છે. મંડલની માતા એક આંગણવાડીમાં કાર્યકર્તા છે. મંડલની નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે મેટાને રેવન્યુમાં મોટું નુકસાન થયું છે અને અહીં નોકરી મળવાની શક્યતાઓ પણ ઓછી છે.
મંડલ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટનો છે અને સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેની માતા શિબાની મંડલ આંગણવાડીમાં કામ કરે છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે તેનો પુત્ર હંમેશા ભણવામાં ખૂબ જ ઉતાવળો હતો અને તે તેના પુત્રની સફળતાથી ખૂબ જ ખુશ છે.
તેણે કહ્યું, “આ પરિવાર માટે ગર્વની વાત છે. અમે તેને સફળ જોવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. તે હંમેશા પોતાના અભ્યાસ પ્રત્યે ગંભીર રહે છે. ઇન્ટરમીડિયેટમાં સારા માર્ક્સ અને જોઇન્ટ એન્ટ્રન્સ પરીક્ષામાં સારો રેન્ક મેળવ્યા બાદ તેણે જાદવપુર યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું.