10 પાસ છોકરીઓ માટે ભારતીય નેવીમાં નોકરી, દર વર્ષે વધશે પગાર, 3 દિવસમાં ભરો ફોર્મ

|

Jul 27, 2022 | 12:45 PM

ભારતીય નેવીમાં (Indian Navy) છોકરીઓ માટે એન્જિનિયર મિકેનિક, કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, મેડિકલ આસિસ્ટન્ટ અને નાવિક જેવી ઘણી પોસ્ટ હશે. નેવીમાં મહિલા અગ્નિવીરો માટે 20 ટકા સીટો અનામત રાખવામાં આવી છે.

10 પાસ છોકરીઓ માટે ભારતીય નેવીમાં નોકરી, દર વર્ષે વધશે પગાર, 3 દિવસમાં ભરો ફોર્મ
Indian-Navy-Female
Image Credit source: Twitter

Follow us on

અગ્નિપથ યોજના (Agnipath Scheme) હેઠળ હવેથી ત્રણેય સેનામાં ભરતી થશે, છોકરીઓની પણ ભરતી અગ્નિપથ યોજના હેઠળ કરવામાં આવશે. ભારતીય નેવીમાં (Indian Navy) છોકરીઓ માટે એન્જિનિયર મિકેનિક, કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ, મેડિકલ આસિસ્ટન્ટ અને નાવિક જેવી ઘણી પોસ્ટ હશે. નેવીમાં મહિલા અગ્નિવીરો માટે 20 ટકા સીટો અનામત રાખવામાં આવી છે. નેવીની ભરતી બાદ મહિલાઓને અલગ-અલગ બ્રાન્ચમાં મોકલવામાં આવશે. ભારતીય નેવીમાં છોકરીઓ માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયા વિશેની માહિતી નીચે આપેલ છે.

શું હોવી જોઈએ યોગ્યતા

નેવીમાં ભરતી માટે મહિલાની ઉંમર 17 વર્ષની હોવી જોઈએ. અવિવાહિત મહિલાઓ જ અરજી કરી શકે છે. 10 મું પાસ હોવું જરૂરી છે. હાઈટ 152 સેન્ટિમીટર એટલે કે 4 ફૂટ 11 ઈંચ હોવી જોઈએ. હાઈટને લઈને થોડી છૂટ આપવામાં આવી છે, જેની માહિતી ભારતીય નેવીની ઓફિશિયલ વેબસાઈટ પર છે. થોડા સમય પહેલા પુરૂષ અગ્નિવીરોને ઉંમરમાં છૂટ આપવામાં આવી હતી, તેમની એજ લિમિટ ઘટાડીને 23 વર્ષ કરવામાં આવી હતી. આવતા વર્ષથી તે 21 વર્ષ જ થશે.

નેવીમાં કેવી રીતે થવું સિલેક્ટ

નેવીમાં ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. સવાલો ઓબ્જેક્ટિવ ટાઈપના હશે. સાઈન્સ, ગણિત અને જીકેમાંથી સવાલો પૂછવામાં આવશે. પરીક્ષા માટે 30 મિનિટ આપવામાં આવશે. પરીક્ષાનો સિલેબસ અને સેંમલ પેપર ભારતીય નેવીની રિક્રુમેન્ટ વેબસાઇટ પર આપવામાં આવ્યું છે. ફિઝિકલમાં છોકરીઓએ 8 મિનિટમાં 1.6 કિમી દોડવાનું રહેશે. 15 ઉઠક-બેઠક અને 10 સિટ-અપ.

આ પણ વાંચો

કેટલી મળશે સેલેરી

પહેલા વર્ષમાં દર મહિને 30 હજાર. બીજા વર્ષે દર મહિને 40 હજાર થશે. ત્રીજા વર્ષ માટે દર મહિને 36 હજાર 500 આપવામાં આવશે. ચોથા વર્ષ માટે દર મહિને 40 હજાર આપવામાં આવશે. અગ્નવીર મહિલાઓને કાયમી નોકરી માટે અરજી કરવાની તક મળશે. છોકરીઓની દરેક બેચમાંથી 25 ટકાને કાયમી નોકરી આપવામાં આવશે. અગ્નિવીરોના પગારનો 30% દર મહિને કોર્પસ ફંડમાં જશે. સરકાર આમાં 30% હિસ્સો પણ આપશે, જેના કારણે 4 વર્ષ પછી તમને 10.04 લાખનું સર્વિસ ફંડ પેકેજ અને લાગુ વ્યાજનું સેવા નિધિ પેકેજ આપવામાં આવશે. આના પર કોઈ ટેક્સ નહીં લાગે.

નેવી અગ્નિવીર એમઆર ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નોટિફિકેશન પછી હવે નેવીએ પણ અગ્નિપથ સ્કીમ હેઠળ મેટ્રિકની ભરતી માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી છે. ભારતીય નેવીની ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર એપ્લીકેશન ફોર્મની લિંક એક્ટિવ કરવામાં આવી છે. આ સરકારી નોકરી માટે એપ્લાય કરવા માટે પણ બહુ ઓછો સમય આપવામાં આવ્યો છે. જો તમે 10મું પાસ છો, તો તમારી પાસે ભારતીય નેવીમાં નોકરી મેળવવાની મોટી તક છે.

Next Article