JEE Advanced 2021 : JEE એડવાન્સ પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થશે, જાણો તમામ વિગત

|

Sep 11, 2021 | 10:19 AM

JEE એડવાન્સ્ડ 2021 માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ jeeadv.ac.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. આ સરળ સ્ટેપથી કરી શકશો રજીસ્ટ્રેશન.

JEE Advanced 2021 : JEE એડવાન્સ પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થશે, જાણો તમામ વિગત
Jee advanced 2021

Follow us on

JEE Advanced 2021 : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ખડગપુર 11 સપ્ટેમ્બરથી JEE એડવાન્સ 2021 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરશે. જે ઉમેદવારોએ JEE મેઇન પરીક્ષા પાસ કરી છે અને ટોચના 2.5 લાખમાં સામેલ છે તેઓ આ પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર શરૂ થશે.

બે શિફ્ટમાં પેપર લેવામાં આવશે

IIT JEE પરીક્ષા (JEE Advanced 2021) માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર, 2021 છે. ઉપરાંત ઉમેદવારો 17 સપ્ટેમ્બર, 2021 સુધીમાં અરજી ફી જમા કરાવી શકશે. ઉમેદવારો માટે એડમિટ કાર્ડ (Admit Card) 25 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. JEE એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબર, 2021 ના ​​રોજ લેવામાં આવશે. પરીક્ષા મુખ્યત્વે બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ પેપર I માટે હશે જેનો સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે. જ્યારે બીજી શિફ્ટમાં પેપર II બપોરે 2.30 થી 5.30 દરમિયાન લેવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

JEE એડવાન્સ 2021નું શેડ્યૂલ

1. રજીસ્ટ્રેશન પ્રક્રિયાની શરૂઆત – 11 સપ્ટેમ્બર, 2021
2. રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ – 16 સપ્ટેમ્બર, 2021
3. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ – 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021
4. JEE એડવાન્સ પરીક્ષા – 3 ઓક્ટોબર, 2021
5. પ્રોવિઝનલ આન્સર કી ઓનલાઇન જાહેર થશે – 10 ઓક્ટોબર, 2021
6. 10 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર, 2021 સુધી ઉમેદવારો તરફથી પ્રોવિઝનલ આન્સર કી પર પ્રતિક્રિયાઓ આપી શકશે.
7. JEE એડવાન્સ્ડ 2021 પરિણામની જાહેરાત – 15 ઓક્ટોબર, 2021
8. આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન નોંધણી – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર, 2021
9. આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર, 2021
10. AAT પરિણામની જાહેરાત – 22 ઓક્ટોબર, 2021
11. સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત શરૂઆત – 16 ઓક્ટોબર, 2021

JEE એડવાન્સ્ડ 2021 માટે આ સરળ સ્ટેપથી કરો રજીસ્ટ્રેશન

Step 1: સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ.
Step 2: વેબસાઇટ પર આપેલ Application Form લિંક પર ક્લિક કરો.
Step 3: હવે New Registration લિંક પર ક્લિક કરો.
Step 4: તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો.
Step 5: હવે લોગ ઈન કરો અને તમારું અરજી ફોર્મ ભરો તેમજ ફોટો અને સહી અપલોડ કરો.
Step 6: અરજી ફી સબમિટ કરો.
Step 7: બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લો.

 

આ પણ વાંચો: TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર

આ પણ વાંચો:  Railway Jobs: પરીક્ષા વગર રેલ્વેમાં મળશે નોકરી! 10 પાસ ઉમેદવારો જાણી લો ભરતીની વિગતો

Next Article