JEE એડવાન્સ 2021 માટે એડમિટ કાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ખડગપુર JEE એડવાન્સ એડમિટ કાર્ડ 2021 સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષા ભારતીય તકનીકી સંસ્થાઓ (IITs)માં એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના પ્રવેશ માટે લેવામાં આવશે.
Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જાઓ.
Step 2: વેબસાઈટ પર આપવામાં આવેલી એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
Step 3: હવે લોગ ઈન કરો.
Step 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
Step 5: તેને ડાઉનલોડ કરો અને પરીક્ષા હોલમાં લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
JEE એડવાન્સ એડમિટ કાર્ડમાં પરીક્ષા કેન્દ્રની વિગતો અને પરીક્ષાના દિવસની માર્ગદર્શિકા આપવામાં આવશે. ઉપરાંત કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ ગાઈડલાઈનનું (Covid guidelline) ચુસ્ત પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓ 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021 સુધી એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરી શકશે.
JEE એડવાન્સ 2021 શેડ્યૂલ
-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ – 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021
-JEE એડવાન્સ પરીક્ષા – 3 ઓક્ટોબર, 2021
-JEE એડવાન્સ પરીક્ષા આન્સર કી – 10 ઓક્ટોબર, 2021
-JEE એડવાન્સ્ડ 2021ની અંતિમ આન્સર કી અને પરિણામની ઓનલાઈન ઘોષણા – 15 ઓક્ટોબર, 2021
-આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન નોંધણી – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર, 2021
-આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર, 2021
-AAT પરિણામોની ઘોષણા – 22 ઓક્ટોબર, 2021
-સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત શરૂઆત – 16 ઓક્ટોબર, 2021
આ પણ વાંચો: CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો
આ પણ વાંચો: NEET 2021 Answer Key : NEET પરીક્ષાની આન્સર કી ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે ડાઉનલોડ કરી શકશો