IRCTC Recruitment 2021 : રેલવેમાં નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે ઉતમ તક છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશ દ્વારા એપ્રેન્ટિસ (Railway Apprentice Vacancy 2021) ની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. કેટરિંગ અને પર્યટન સેવા વિભાગે કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયકની 100 જગ્યાઓ ભરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation)દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર, 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભારત સરકારની એપ્રેન્ટિસશીપ પોર્ટલમાં જઈને ઓનલાઈન અરજી (Online Application) કરવાની રહેશે. ભારત સરકારના રેલ મંત્રાલય હેઠળ ટિકિટિંગ, કેટરિંગ અને પ્રવાસન સેવાઓ પૂરી પાડતી કંપની IRCTC માં એપ્રેન્ટીસશીપ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ રીતે કરી શકશો અરજી
આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌથી પહેલા ભારત સરકારના એપ્રેન્ટિસશીપ પોર્ટલ apprenticeshipindia.org પર જવાનું રહેશે. અહીં અરજી કરવા માટે, ઉમેદવારે રજીસ્ટ્રેશન (Registration) કરવુ પડશે. જેમાં ઉમેદવારનું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઇમેઇલ વગેરે જેવી માહિતી ભરીને અરજી કરવાની રહેશે.
ભરતીની લાયકાત
આ ખાલી જગ્યા (IRCTC ભરતી 2021) મુજબ, કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક પદ માટે અરજી કરનાર ઉમેદવાર માન્ય બોર્ડ અથવા સરકારી સંસ્થામાંથી 10 પાસ અથવા સમકક્ષ હોવા જોઈએ.
સ્ટાઇપેન્ડની વિગતો
આ જગ્યામાં પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 7-9 હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ સિવાય, તેમને NAPS નો લાભ પણ આપવામાં આવશે. ઉમેદવારે અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું રહેશે.
આ રીતે પસંદગી કરવામાં આવશે
અરજીના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને નિયત પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારને 15 મહિના માટે એપ્રેન્ટિસશીપની જગ્યા પર નિમણુક કરવામાં આવશે, તેમજ ઉમેદવારોને બેઝિક ટ્રેનિંગ (Training) પણ આપવામાં આવશે.
આ પણ વાંચો: BOB Recruitment: બેંકમાં નોકરી કરવાની મળી રહી છે તક , જાણો શું છે અરજીની પ્રક્રિયા
Published On - 6:58 pm, Sun, 19 September 21