Indian Army Recruitment 2024 : ભારતીય સેનામાં જોડાવાની શાનદાર તક, 2 લાખથી વધુ પગાર મળશે

|

Jul 19, 2024 | 9:58 AM

Indian Army Recruitment 2024: ભારતીય સેનાએ શોર્ટ સર્વિસ કમિશન (SSC) ટેકનિકલ કોર્સની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આર્મી ભરતીની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર 16 જુલાઈથી અરજીઓ શરૂ થઈ ગઈ છે.

Indian Army Recruitment 2024 : ભારતીય સેનામાં જોડાવાની શાનદાર તક, 2 લાખથી વધુ પગાર મળશે

Follow us on

Indian Army Recruitment 2024: ભારતીય સેનાએ શોર્ટ સર્વિસ કમિશન (SSC) ટેકનિકલ કોર્સની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આર્મી ભરતીની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર 16 જુલાઈથી અરજીઓ શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2024 છે.

વેકેન્સી : ભારતીય આર્મી એસએસસી ટેકનિકલ ગ્રેજ્યુએટ એન્ટ્રી હેઠળ કુલ 379 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. મહિલાઓ માટે 29 અને પુરૂષોની 350 જગ્યાઓ ખાલી છે.

શૈક્ષણિક લાયકાત :  એન્જિનિયરિંગની ડિગ્રી. જેઓ અંતિમ વર્ષમાં છે તેઓ પણ અરજી કરી શકે છે પરંતુ તાલીમ શરૂ થયાના 12 અઠવાડિયાની અંદર ડિગ્રી સબમિટ કરવી આવશ્યક છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

વય મર્યાદા : 20 વર્ષથી 27 વર્ષ. ઉમેદવારનો જન્મ 2 એપ્રિલ 1998 થી 1 એપ્રિલ 2005 ની વચ્ચે થયો હોવો જોઈએ. ઉંમર 1લી એપ્રિલ 2025 થી ગણવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા :  એન્જિનિયરિંગ ડિગ્રીમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોને SSB ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. SSB ઇન્ટરવ્યુ પાંચ દિવસનો રહેશે.

ભારતીય સેનાએ શોર્ટ સર્વિસ કમિશન (SSC) ટેકનિકલ કોર્સની ભરતી માટે  નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો.

ભારતીય સેનામાં જજ એડવોકેટ જનરલ (JAG) શાખા હેઠળ પણ ભરતી છે. આ માટે joinindianarmy.nic.in પર જઈને અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2024 છે.

લાયકાત: ઓછામાં ઓછા 55% ગુણ સાથે LLB. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં એડવોકેટ તરીકે નોંધણી કરાવવા માટે લાયક હોવો જોઈએ.

વય મર્યાદા : ન્યૂનતમ 21 વર્ષ અને મહત્તમ 27 વર્ષ.

પસંદગી પ્રક્રિયા : અરજી ફોર્મમાં દાખલ કરેલ મેરિટ અને ગુણના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.ત્યારબાદ પસંદગી પામેલા ઉમેદવારોને પસંદગી કેન્દ્ર ખાતે મનોવૈજ્ઞાનિક કસોટી, જૂથ કસોટી અને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.તાલીમ – પસંદગી પામેલા ઉમેદવારો ચેન્નાઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (OTA) ખાતે તાલીમ લેશે. તે 49 અઠવાડિયા સુધી ચાલશે.

ભારતીય સેનામાં જજ એડવોકેટ જનરલ (JAG) શાખા હેઠળ પણ ભરતી માટે  નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો.

 કેટલો પગાર મળશે?

પગાર પોસ્ટ મુજબ છે અને બદલાય છે. ઉદાહરણ તરીકે, લેફ્ટનન્ટની પોસ્ટ માટે, પગાર 56 હજાર રૂપિયાથી 1 લાખ 77 હજાર રૂપિયા પ્રતિ મહિને હશે. કેપ્ટન પદ માટે પગાર 61 હજારથી 1 લાખ 93 હજાર રૂપિયાની વચ્ચે હશે. તેવી જ રીતે, અન્ય પોસ્ટનો પગાર 1.5 લાખ રૂપિયાથી લઈને 2.25 લાખ રૂપિયા પ્રતિ માસ છે. કેટલીક પોસ્ટનો પગાર ફિક્સ છે અને તે દર મહિને 2.5 લાખ રૂપિયા છે.

આ પણ  વાંચો : Budget 2024 : ખેડૂતો માટે ખુશખબર, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક 12000 રૂપિયા મળી શકે છે

 

Next Article