India Post GDS Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવક (GDS) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. સરકારી નોકરી ઇચ્છતા 10મું પાસ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અધિકૃત વેબસાઇટ indiapostgdsonline.gov.in ની મુલાકાત લઈ શકે છે અને તેના દ્વારા અરજી કરી શકો છો. આ ભરતી અભિયાનનો હેતુ કુલ 44228 જગ્યાઓ ભરવાનો છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગસ્ટ 08 2024 છે.
નાણાકીય વર્ષ 2024-25 માટે ગ્રામીણ ડાક સેવક (GDS) માટે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને મદદનીશ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવક તરીકે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
દેશભરના 23 રાજ્યો – ગુજરાત, આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પૂર્વ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ , તેલંગાણા , ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 44228 જગ્યાઓ ભરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત- આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
વય મર્યાદા- ઉમેદવારોની પસંદગી 10મા ધોરણમાં મેળવેલ મેરિટ માર્કસના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે
આ જગ્યાઓ માટે અરજી કરનાર જનરલ, OBC કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે, અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Company Bankrupt: નાદાર થઈ આ પાવર કંપની, સમાચાર આવતા જ શેર વેચવા માટે ધસારો, કિંમત 9 પર પહોંચી