Income Tax Department Recruitment : સરકારી નોકરી માટે બહાર પડી છે વેકેન્સી, આજે એપ્લાય નહિ કરો તો ચુકી જશો તક

|

Sep 30, 2021 | 7:14 AM

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજે  30 સપ્ટેમ્બર 2021 ની છેલ્લી તારીખની સમય મર્યાદામાં અરજી કરી શકે છે. ઉત્તર પૂર્વ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2021 છે.

Income Tax Department Recruitment : સરકારી નોકરી માટે બહાર પડી છે વેકેન્સી, આજે એપ્લાય નહિ કરો તો ચુકી જશો તક
Ahmedabad Income Tax Unit Officers To Be Provided Forensic Training For Digital Analysis

Follow us on

Income Tax Department Recruitment 2021: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. આવકવેરા વિભાગે વિવિધ પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડી છે. આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર આવકવેરા વિભાગના ઉત્તર પ્રદેશ (પૂર્વ) ક્ષેત્રમાં, આવકવેરા નિરીક્ષક, કર સહાયક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતીઓ છે. આ તમામ ભરતીઓ રમતવીરો માટે છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજે  30 સપ્ટેમ્બર 2021 ની છેલ્લી તારીખની સમય મર્યાદામાં અરજી કરી શકે છે. ઉત્તર પૂર્વ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં રહેતા ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર, 2021 છે.

આ જગ્યાઓ માટે વેકેન્સી છે
ઇન્કમટેક્સ ઈન્સ્પેકટર – 3
ટેક્સ આસિસ્ટન્ટ – 13
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 12

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

શૈક્ષણિક લાયકાત
ઇન્કમટેક્સ ઈન્સ્પેકટર માટે ઉમેદવારો માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવું ફરજિયાત છે.
ટેક્સ આસિસ્ટન્ટ પોસ્ટ માટે ડેટા એન્ટ્રીની ઝડપ સારી હોવી જોઈએ અને કોઈપણ માન્ય સંસ્થામાંથી સ્નાતક હોવું ફરજિયાત છે.
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી 10 મું પાસ હોવું ફરજિયાત છે.

નિર્ધારિત વય મર્યાદા
આવકવેરા નિરીક્ષક માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પગાર
ઇન્કમટેક્સ ઇન્સ્પેકટર – પે લેવલ 7 (રૂ. 44,900 થી રૂ. 1,42,400)
ટેક્સ આસિસ્ટન્ટ – પે લેવલ 4 (રૂ. 25,500 થી રૂ. 81,100)
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – પે લેવલ 1 (રૂ. 18,000 થી રૂ. 56,900)

 

આ પણ વાંચો : રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ બે શેરમાં રોકાણથી એક મહિનામાં 893 કરોડ રૂપિયાની કમાણી કરી , શું છે આ સ્ટોક તમારી પાસે છે?

 

આ પણ વાંચો :  HIGH RETURN STOCK : ડ્રોન અને ડિફેન્સ સેક્ટરના આ સ્ટોકે એક મહિનામાં 159 ટકા રિટર્ન આપ્યું, શું તમારા પોર્ટફોલિયોમાં છે?

Published On - 7:13 am, Thu, 30 September 21

Next Article