આ તારીખે જાહેર થશે JEE Advanced નું પરિણામ, વિદ્યાર્થીઓએ ક્વાલિફાય થવા આટલા માર્કસ જરૂરી

|

Oct 14, 2021 | 6:00 PM

JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ 15 ઓક્ટોબરના રોજ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કરવામાં આવશે.

આ તારીખે જાહેર થશે  JEE Advanced નું પરિણામ, વિદ્યાર્થીઓએ ક્વાલિફાય થવા આટલા માર્કસ જરૂરી
JEE Advanced Result 2021

Follow us on

JEE Advanced Result 2021 :  JEE એડવાન્સ્ડ પરિણામ 2021 નું પરિણામ 15 ઓક્ટોબરના રોજ ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)દ્વારા JEE એડવાન્સ્ડ પરિણામ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કરશે. ઉમેદવારો આ વેબસાઈટ પરથી જ પોતાનું પરિણામ ચકાસી શકશે. JEE એડવાન્સ્ડ પરિણામ 2021 માં ત્રણેય વિષયોમાં લઘુત્તમ ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવનાર ઉમેદવારો ક્વોલિફાય થશે અને JEE એડવાન્સ્ડ 2021 રેન્ક યાદીમાં તેનો સમાવેશ થશે. તમને જણાવી દઈએ કે, JEE એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી.

JEE એડવાન્સ્ડ 2021 માટેની અરજી પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2021 થી શરૂ કરવામાં આવી હતી. જે માટે ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા માટે 20 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2021 હતી. પરીક્ષાની આન્સર કી જાહેર થયા બાદ હવે ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરિણામોના આધારે, સીટ ફાળવણી પ્રક્રિયા 16 ઓક્ટોબર 2021 થી શરૂ થશે. કાઉન્સેલિંગ પ્રક્રિયા અગાઉના વર્ષની જેમ સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે.

આ સ્ટેપથી ચકાસી શકશો પરિણામ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ.
Step 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
Step 3: હવે તમારો રોલ નંબર અને જન્મ તારીખ સબમિટ કરો.
Step 4: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
Step 5: હવે તેને ચેક કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

 

JEE એડવાન્સ્ડ ની મહત્વપૂર્ણ તારીખો

આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર, 2021
આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર, 2021
AAT પરિણામની જાહેરાત – 22 ઓક્ટોબર, 2021
સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત શરૂઆત – 16 ઓક્ટોબર, 2021

 

આ પણ વાંચો : મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ટુંક સમયમાં ભરતી કરવા નેશનલ મેડિકલ કમિશનની વિચારણા

આ પણ વાંચો : Indian Navy Recruitment : ઈન્ડિયન નેવીએ જાહેર કરી બમ્પર ભરતી, જાણો ભરતીની સમગ્ર વિગત

Next Article