JEE Advanced Admit Card 2021 : JEE Advanced પરીક્ષાનુ એડમિટ કાર્ડ થયુ જાહેર, જાણો પરીક્ષાનું શેડ્યુલ

|

Sep 26, 2021 | 4:53 PM

અરજી કરેલ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

JEE Advanced Admit Card 2021 : JEE Advanced પરીક્ષાનુ એડમિટ કાર્ડ થયુ જાહેર, જાણો પરીક્ષાનું શેડ્યુલ
JEE Advanced Admit Card 2021

Follow us on

JEE Advanced Admit Card 2021 : જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ્ડ 2021 માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં જે ઉમેદવારોએ JEE મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ JEE એડવાન્સ માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને એડમિટ કાર્ડ (IIT JEE Advance Admit Card 2021) ડાઉનલોડ કરી શકે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ખડગપુર દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે

ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પરથી પરીક્ષાનું એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે. આ પરીક્ષા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ખડગપુર (IIT Kharagpur) દ્વારા લેવામાં આવશે. 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ બે શિફ્ટમાં JEE એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પરીક્ષાની શિફ્ટ

પ્રથમ શિફ્ટ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે.
બીજી શિફ્ટ બપોરે 2:30 થી સાંજના 5:30 સુધી રહેશે.

આ સ્ટેપથી ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ.
Step 2: વેબસાઇટ પર આપવામાં આવેલી એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
Step 3: હવે લોગ ઈન કરો.
Step 4: તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
Step 5: તેને ડાઉનલોડ કરો.
Step 6: પરીક્ષા હોલમાં લઈ જવા માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

JEE એડવાન્સ શેડ્યૂલ

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ – 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021
JEE એડવાન્સ પરીક્ષા – 3 ઓક્ટોબર 2021
કામ ચલાઉ આન્સર કી – 10 ઓક્ટોબર, 2021
અંતિમ આન્સર કી અને ઓનલાઇન પરિણામ (Online Result) – 15 ઓક્ટોબર 2021
આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન નોંધણી – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર 2021
આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર 2021
AAT પરિણામોની ઘોષણા – 22 ઓક્ટોબર 2021
સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત શરૂઆત – 16 ઓક્ટોબર 2021

 

આ પણ વાંચો : SSC MTS Admit Card 2021: SSC MTS પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ સ્ટેપથી કરો ડાઉનલોડ

આ પણ વાંચો :  DRDO recruitment 2021: જુનિયર રિસર્ચ ફેલોની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી

Next Article