Education News : ગ્લોબલ બનશે IIT ! માત્ર ભારતમાં જ નહીં…હવે આ દેશમાં પણ ખુલશે IIT Delhi

|

Aug 02, 2022 | 1:26 PM

IIT Delhiનું કેમ્પસ હવે ભારતની બહાર ખોલવાની તૈયારી છે. શિક્ષણ મંત્રાલયે લોકસભામાં આ અંગેની માહિતી આપી છે. આ પહેલા IIT Madras વિશે પણ આવા સમાચાર આવ્યા છે.

Education News : ગ્લોબલ બનશે IIT ! માત્ર ભારતમાં જ નહીં...હવે આ દેશમાં પણ ખુલશે IIT Delhi
IIT delhi

Follow us on

ભારતની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાંની એક, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હવે તેને વૈશ્વિક સ્તરે લઈ જવાની તૈયારી કરી રહી છે. ભારત સરકાર વિદેશમાં પણ IIT કેમ્પસ ખોલવાની શક્યતાઓ શોધી રહી છે. અગાઉ IIT Madras વિશે પણ આવા જ સમાચાર આવ્યા હતા. હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે IIT દિલ્હીના કેમ્પસને ભારતની બહાર ખોલવા અંગે લોકસભામાં માહિતી આપી છે. આ માટે UAEની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે IIT દિલ્હીને સાઉદી અરેબિયામાં કેમ્પસ ખોલવાની શક્યતાઓ શોધવા માટે કહ્યું છે.

UAE જ કેમ?

શિક્ષણ મંત્રાલયે સોમવારે લોકસભામાં જણાવ્યું હતું કે, કેન્દ્રએ IIT દિલ્હીને UAEમાં કેમ્પસ ખોલવાની સંભાવના શોધવા માટે અપીલ કરી છે. પણ સવાલ એ છે કે માત્ર UAE શા માટે?

કોંગ્રેસના સાંસદ એમકે રાઘવન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્ય શિક્ષણ મંત્રી સુભાષ સરકારે લેખિત જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે ‘ભારત અને UAE વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરીમાં વર્ચ્યુઅલ સમિટ દરમિયાન ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં બંને દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પછી UAEમાં IIT દિલ્હીનું કેમ્પસ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ભારત અને UAEએ સંયુક્ત રીતે ‘વિઝન સ્ટેટમેન્ટ’ બહાર પાડ્યું હતું

સુભાષ સરકારે કહ્યું કે, 18 ફેબ્રુઆરી 2022ના રોજ ભારત અને UAEએ સંયુક્ત રીતે ‘વિઝન સ્ટેટમેન્ટ’ બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોના નેતાઓ UAEમાં IIT કેમ્પસ સ્થાપવા માટે સંમત થયા છે.

મંત્રાલયે કહ્યું કે, IIT દિલ્હીના પ્રતિનિધિઓ આ માટે UAEમાં ભારતીય રાજદૂતને મળ્યા છે. આ સંબંધમાં અબુ ધાબી એજ્યુકેશન એન્ડ નોલેજ ડિપાર્ટમેન્ટ (ADEK) સાથે બેઠક પણ યોજવામાં આવી છે. બંને પક્ષોએ આ માટે તેમની રજૂઆતો આપી અને આ દિશામાં આગળ વધવા માટે ઉત્સાહિત છે.

વિદેશમાં IIT કેમ્પસનું માળખું

2021માં, IIT દિલ્હીએ શિક્ષણ મંત્રાલયને સાઉદી અરેબિયા અને ઇજિપ્તમાં કેમ્પસ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. IIT કાઉન્સિલના અધ્યક્ષ કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં 16 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે વિદેશમાં IIT કેમ્પસ સ્થાપવા માટેનું માળખું તૈયાર કર્યું હતું.

Next Article