IGNOU Admissions 2021 : ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) માં વિવિધ અભ્યાસક્રમો માટે પ્રવેશ ચાલી રહ્યો છે. એમબીએ અને જુલાઈ સત્રમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવા માટે આજે છેલ્લો દિવસ છે. MBA (બેન્કિંગ અને ફાઇનાન્સ) જુલાઇ 2021 સત્ર માટે અભ્યાસક્રમો માટે હજુ સુધી રજિસ્ટ્રેશન ન કરાવનાર ઉમેદવારો IGNOU ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
રજિસ્ટ્રેશન (Registration) માટે જરૂરી દસ્તાવેજોમાં સ્કેન કરેલો ફોટોગ્રાફ, સહી, ઉંમરનો પુરાવો, શૈક્ષણિક લાયકાતનો પુરાવો, અનુભવ પ્રમાણપત્ર, કેટેગરી પ્રમાણપત્ર અને બીપીએલ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. પ્રવેશ સમયે 200 રૂપિયાની રિફંડપાત્ર ફી પણ લેવામાં આવશે.
Ignou Admissions 2021 માટે આ સ્ટેપથી અરજી કરો
Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ignouadmission.samarth.edu.in પર જાઓ.
Step 2: પછી New Registration લિંક પર ક્લિક કરો.
Step 3: હવે તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો.
Step 4: હવે તમારું અરજી ફોર્મ ભરો.
Step 5: ફોટો અપલોડ કરો અને સહી કરો.
Step 6: બાદમાં અરજી ફી સબમિટ કરો.
Step 7: બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢી લો.
આ યુનિવર્સિટીમાં 19,000 થી વધુ વિદ્યાર્થીઓએ UG અભ્યાસક્રમો માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ
દિલ્હી સરકાર દ્વારા સંચાલિત આંબેડકર યુનિવર્સિટીમાં 19,000 થી વધુ ઉમેદવારોએ UG અભ્યાસક્રમો માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, યુજી અભ્યાસક્રમો માટે રજિસ્ટ્રેશન કરવાની આજે છેલ્લી તારીખ છે. બુધવાર સુધી, યુનિવર્સિટીને 19,887 અરજી મળી છે. આ યુનિવર્સિટી પણ દિલ્હી યુનિવર્સિટીની જેમ કટ-ઓફ (Cut off)બહાર પાડીને મેરિટ આધારિત પ્રવેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે.
યુનિવર્સિટીએ અગાઉ અંડરગ્રેજ્યુએટ (Under Graduate) અને અનુસ્નાતક પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. તેમજ યુજીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. યુજી પ્રવેશ માટે 12 જુલાઈથી રજિસ્ટ્રેશન શરૂ થયુ હતુ જ્યારે પીજી અભ્યાસક્રમો માટે જુલાઈના અંતમાં આ પ્રક્રિયા શરૂ થઈ હતી. પીજી એડમિશન માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી.