IAS Tina Dabi: હનીમૂન પરથી પરત આવતાં જ ટીના ડાબીએ આપ્યા ‘ગુડ ન્યૂઝ’, IAS ઓફિસરને હવે મળશે આ સુવિધાઓ

District Collector Facility: ટીના ડાબીએ હનીમૂન પરથી આવતાં જ મોટા સમાચાર આપ્યા છે. ટીના ડાબીને પ્રમોશન (Tina Dabi Promotion) આપવામાં આવ્યું છે. તેમણે ડીએમ તરીકે પદ સંભાળ્યું છે.

IAS Tina Dabi: હનીમૂન પરથી પરત આવતાં જ ટીના ડાબીએ આપ્યા ગુડ ન્યૂઝ, IAS ઓફિસરને હવે મળશે આ સુવિધાઓ
IAS Tina Dabi
| Edited By: | Updated on: Jul 10, 2022 | 12:04 PM

DM Tina Dabi: સોશિયલ મીડિયા પર અવાર-નવાર પ્રભુત્વ ધરાવતી IAS ટીના ડાબી તેના બીજા લગ્ન બાદ હનીમૂન પરથી પરત ફરી છે. હનીમૂન પરથી આવતાની સાથે જ તેણે ખુશખબર આપી છે. ટીના ડાબીને પ્રમોશન મળ્યું છે. તેમણે જિલ્લા કલેક્ટર (DM)નું પદ સંભાળ્યું છે. બે દિવસ પહેલા તેણે સોશિયલ મીડિયા (Tina Dabi Promotion) પર એક ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. ટીના ડાબીની જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ટીના ડાબીને જેસલમેર જિલ્લાના 65માં કલેક્ટર તરીકે નિમણૂક મળી છે. જિલ્લા કલેક્ટર બન્યા બાદ તેમને શું સુવિધાઓ આપવામાં આવશે? ડીએમને શું સુવિધાઓ આપવામાં આવે છે તેની માહિતી અહીં આપવામાં આવી છે.

રાજસ્થાનમાં ડીએમને મળશે આટલો પગાર અને સુવિધાઓ

રાજસ્થાન સરકારમાં કલેક્ટરનો પગાર રૂપિયા 1.34 લાખથી રૂપિયા 1.45 સુધીનો હોય છે. અગાઉ ટીના ડાબી નાણાં વિભાગમાં પોસ્ટેડ હતા. ટીના ડાબીને તે વિભાગમાં 56,100નો પગાર મળતો હતો. ભારત સરકાર વતી જિલ્લા કલેક્ટરને વાહન સહિત સરકારી આવાસ આપવામાં આવે છે. કારની સાથે ડ્રાઈવર અને નોકર પણ હોય છે. નિવાસસ્થાન પર બગીચા માટે માળીઓ હોય છે. રસોઈ માટે રસોઈયા પણ આપવામાં આવે છે. આ સિવાય અન્ય કામ કરવા માટે પર્સનલ આસિસ્ટન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ટીના ડાબીને ડીએમ પહેલાં મળી હતી આ જવાબદારીઓ

  1. ટીના ડાબીને વર્ષ 2016માં મિનિસ્ટ્રી ઓફ સ્મોલ એન્ડ માઈક્રો મીડિયમ એન્ટરપ્રાઈઝમાં ડેપ્યૂટેશન પર આસિસ્ટન્ટ સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી હતી.
  2. તે પછી વર્ષ 2017માં તેમને અજમેરમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોસ્ટિંગ મળી.
  3. વર્ષ 2018માં ટીના ડાબીએ સબ ડિવિઝન ઓફિસર મેજિસ્ટ્રેટ તરીકે કામ કર્યું હતું.
  4. નવેમ્બર 2020માં તેમને નાણાં વિભાગ, જયપુરમાં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા હતા.
  5. ટીનાને 6ઠ્ઠી જુલાઈના રોજ જિલ્લા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેણે પોતાનું પદ સંભાળી લીધું છે.

ટીના ડાબી લગ્ન બાદ હનીમૂનથી ફર્યા પરત

ટીના ડાબીએ તાજેતરમાં જ બીજા લગ્ન કર્યા છે. જે બાદ તે તેના પતિ સાથે હનીમૂન પર ગઈ હતી. હનીમૂન પરથી આવતાંની સાથે જ તેમણે જિલ્લા કલેક્ટરનું પદ સંભાળ્યું. તેણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને માહિતી આપી હતી. ટીનાએ હનીમૂનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Published On - 4:28 pm, Sat, 9 July 22