Gujarat : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, આ ભરતી પરીક્ષા થઈ મોકૂફ

|

Dec 03, 2021 | 2:26 PM

ગુજરાત આસિસ્ટન્ટ પ્રોફેસર એલિજિબિલિટી ટેસ્ટ, જે 26 ડિસેમ્બર, 2021 ના ​​રોજ યોજાવાની હતી, તે મુલતવી રાખવામાં આવી છે. હવે આ પરીક્ષા 23 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવશે.

Gujarat : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, આ ભરતી પરીક્ષા થઈ મોકૂફ
GSET Exam Postponed 2021

Follow us on

GSET exam postponed 2021: ગુજરાત રાજ્ય એલિજિબિલિટી ટેસ્ટ (GSET 2021) મુલતવી રાખવામાં આવી છે. આસિસ્ટન્ટ પ્રોફેસરની (Assistant Professor)લાયકાત માટેની પરીક્ષા 26 ડિસેમ્બર, 2021ના રોજ યોજાવાની હતી પરંતુ હાલ તેને મોકૂફ રાખવામાં આવી છે અને 23 જાન્યુઆરી, 2022ના રોજ આ પરીક્ષા લેવામાં આવશે.

આ પરીક્ષા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (Maharaja Sayajirao University) દ્વારા લેવામાં આવશે. આ પરીક્ષામાં બે પેપર 23 જાન્યુઆરી, 2022ના રોજ લેવાશે. યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખવા અંગે નોટિસ જારી કરી છે, જોકે પરીક્ષા કેમ મોકૂફ રાખવામાં આવી છે તેનું કારણ આપવામાં આવ્યું નથી.

આ તારીખે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

23 જાન્યુઆરીએ લેવાનારી આ પરીક્ષા સવારે 9:30 થી 12:30 દરમિયાન લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પરીક્ષા પહેલા 16 જાન્યુઆરીએ પરીક્ષા માટેનુ એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે. આ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ gujaratset.in પર જઈને એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા સંબંધિત અપડેટ્સ માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ જોઈ શકે છે.

GSET એ રાજ્ય કક્ષાની પરીક્ષા છે

GSET એ રાજ્ય કક્ષાની પરીક્ષા છે, જે મદદનીશ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલો માટે એલિઝિબિલિટી ટેસ્ટ (Eligibility test)લેવામાં આવે છે. પરીક્ષામાં બે પેપર હોય છે. 100 માર્કસના પેપર 1 માં 50 પ્રશ્નો અને પેપર II 200 માર્ક્સના 100 પ્રશ્નોનો સમાવેશ થાય છે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે. પરીક્ષાનો અભ્યાસક્રમ સત્તાવાર વેબસાઇટ gujaratset.in પર ઉપલબ્ધ છે, ઉમેદવારો અભ્યાસક્રમ ચકાસી શકે છે.

આ પરીક્ષા માટે 31 જુલાઈ સુધી અરજીઓ મગાવવામાં આવી હતી.પેપરમાં પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હશે. ખોટા જવાબ માટે નેગેટિવ માર્કસ પણ કાપવામાં આવશે નહીં. પરિણામ જાહેર થયા પછી પુનઃમૂલ્યાંકન કે ચકાસણીની કોઈ જોગવાઈ નથી.

 

આ પણ વાંચો : Ayush Ministry Recruitment 2021: આયુષ મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, 10 ડિસેમ્બર સુધી કરી શકો છો અરજી

આ પણ વાંચો : NIOS admission 2021-22: NIOS ઑક્ટોબર 2022 પરીક્ષા માટે કરો અરજી, nios.ac.in પર કરો રજિસ્ટ્રેશન

Next Article