સિવિલ જજની જગ્યા માટે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજની જગ્યાઓ પર બમ્પર ભરતી હાથ ધરી છે. આ ભરતી દ્વારા કુલ 193 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ પર અરજી કરવા માંગે છે તેઓએ અધિકૃત વેબસાઈટ gujarathighcourt.nic.in પર જઈને તેમનું અરજી ફોર્મ ભરવું પડશે. અરજી કરનારા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે સિવિલ જજની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023 છે. અરજી કરતા પહેલા ચકાસો સિવિલ જજની ભરતીની સંપૂર્ણ વિગતો.
આ પણ વાચો: સરકારી નોકરી મેળવવાની છે ઈચ્છા ? આ નાનકડા ઉપાયથી ફળશે મનોકામના !
આ પોસ્ટ્સ પર અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 14 એપ્રિલ 2023 સુધી તેમનું અરજી ફોર્મ ભરી શકશે. 14 એપ્રિલ પછી ઉમેદવારોને અરજી કરવાની તક આપવામાં આવશે નહીં.
જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓ માન્ય સંસ્થામાંથી કાયદાની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. આ સાથે, ઉમેદવાર વકીલ તરીકે પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ તે જરૂરી છે. પાત્રતા વિશે વધુ માહિતી મેળવવા માટે, ઉમેદવારો આપેલ લિંક પર ક્લિક કરીને ભરતીની સૂચના વાંચી શકે છે.
અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 35 છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. સત્તાવાર ભરતી માહિતી વેબસાઈટ પર જઈને તપાસી શકાશે.
અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવાના રહેશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે 500 રૂપિયા ચૂકવવાના રહેશે.
સિવિલ જજની જગ્યાઓ પર પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને પગાર તરીકે 77,840 થી 1,36,520 રૂપિયા આપવામાં આવશે.
મહત્વનું છે કે રાજ્યમાં મોટાભાગના યુવાનો સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોય છે. મોટા ભાગના યુવાનોને સરકારી નોકરી કરવાની ઈચ્છા છે, સરકારી નોકરી કરવા માગતા યુવાનો માટે આ સારી તક છે. ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે અરજી કરવા કહ્યું છે અને ઉંમર મર્યાદા ઓછી રાખવાથી મોટા ભાગના યુવાનોને તેનો લાભ મળશે.
Published On - 2:27 pm, Sun, 19 March 23