ભારત અર્થ મૂવર્સ લિમિટેડે (BEML) સ્ટાફ નર્સ સહિત ગ્રુપ ‘C’ ની જુદી-જુદી ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા 29 સપ્ટેમ્બર 2023 થી શરૂ થઈ ગઈ છે અને એપ્લિકેશન (Online Application) જમા કરવાની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2023 છે. ઉમેદવારો આ ખાલી જગ્યાઓ માટે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ bemlindia.in પર મુલાકાત લઈને અરજી કરી શકે છે.
BEML દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મૂજબ આ ભરતી પ્રક્રિયા દ્વારા ગ્રુપ ‘C’ ની કુલ 119 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ્સમાં ડિપ્લોમા ટ્રેઈની મિકેનિકલ, ડિપ્લોમા ટ્રેઈની ઈલેક્ટ્રિકલ, ડિપ્લોમા ટ્રેઈની સિવિલ, ITI ટ્રેઈની મશિનિસ્ટ અને સ્ટાફ નર્સ સહિત ઘણી જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવારની પાત્રતા, પસંદગી પ્રક્રિયા વગેરે સંબંધિત માહિતી આપવામાં આવી છે. ઉમેદવારો છેલ્લી તારીખ અથવા તે પહેલા અરજી કરી શકે છે.
ડિપ્લોમા ટ્રેઈની પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં 3 વર્ષનો ડિપ્લોમા હોવો આવશ્યક છે અને 60 ટકા માર્ક્સ સાથે પાસ હોવું ફરજિયાત છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો BEML દ્વારા જાહેર કરવામાં આવેલા ભરતી જાહેરાત જોઈ શકે છે.
શૈક્ષણિક લાયકાતની સાથે ઉમેદવારની ઉંમર 29 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મૂજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. જો અરજી ફીની વાત કરવામાં આવે તો, જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ 200 રૂપિયા ચૂકવવી પડશે. SC અને ST કેટેગરીના ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે.
આ પણ વાંચો : Govt Jobs: બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે બમ્પર વેકેન્સી, સ્નાતક ઉમેદવારો કરી શકે છે અરજી
ડિપ્લોમા ટ્રેઈની પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને 23,910- 85,570 રૂપિયા, ITI ટ્રેઇની પોસ્ટ પર 16,900-60,650 રૂપિયા અને સ્ટાફ નર્સની પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 18,780- 67,390 રૂપિયાનો પગાર મળશે.
Published On - 7:20 pm, Sun, 1 October 23