સરકારી નોકરી (Govt Jobs) શોધી રહેલા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ, રાઉરકેલાએ તાલીમાર્થીની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ (Online Application) મંગાવી છે. અરજીની પ્રક્રિયા 15 ઓગસ્ટ 2023થી શરૂ થઈને 30 ઓગસ્ટ 2023 સુધી રહેશે. જાહેર કરાયેલ ભરતી જાહેરાત વાંચ્યા બાદ ઉમેદવારો અરજી કરી શકે છે.
કુલ 202 ખાલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટ્સમાં મેડિકલ એટેન્ડન્ટ, ફાર્માસિસ્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે. રસ ધરાવતા ઉમેદવારો નિયત તારીખ સુધી અરજી ફોર્મ ભરી શકે છે. તે પછી એપ્લિકેશન વિન્ડો બંધ થઈ જશે.
મેડિકલ એટેન્ડન્ટ માટે અરજી કરનારા યુવાનો માટે 10મું પાસ હોવું ફરજિયાત છે. ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે, કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી PGDCA ડિગ્રી સાથે 12મું પાસ જરૂરી છે. મેડિકલ લેબ ટેકનિશિયન ટ્રેનિંગની પોસ્ટ માટે મેડિકલમાં ડિપ્લોમા હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધારે માહિતી માટે ઉમેદવારોએ ભરતીની જાહેરાત જોઈ લેવી.
આ પણ વાંચો : Jobs: વેસ્ટર્ન કોલ ફિલ્ડમાં એપ્રેન્ટિસની 1100 થી વધુ જગ્યા માટે ભરતી, 10 ધોરણ પાસ ઉમેદવાર કરી શકે છે અરજી
ઉપરોક્ત વિવિધ જગ્યાઓ માટે ફક્ત તે જ ઉમેદવારો અરજી કરી શકે છે, જેઓ શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરે છે અને તેમની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે છે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.