Govt Jobs: કરન્સી નોટ પ્રેસમાં સ્નાતક માટે સરકારી નોકરીની તક, પગાર મળશે 95000થી વધારે, આ રીતે કરો અરજી

|

Oct 19, 2023 | 8:48 PM

કરન્સી નોટ પ્રેસ નાસિક દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટે સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા સુપરવાઈઝર આર્ટિસ્ટ, સચિવાલય સહાયક અને જુનિયર ટેકનિશિયનની કુલ 117 જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી દ્વારા 12 જગ્યાઓ જુનિયર ટેક્નિશિયન માટે જુદા જુદા વિભાગોમાં નિર્ધારિત કરવામાં આવી છે. અન્ય ખાલી જગ્યાની માહિતી માટે રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન વેબસાઈટ પર ચેક કરી શકે છે.

Govt Jobs: કરન્સી નોટ પ્રેસમાં સ્નાતક માટે સરકારી નોકરીની તક, પગાર મળશે 95000થી વધારે, આ રીતે કરો અરજી
Government Jobs

Follow us on

કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોમાં સરકારી નોકરી (Govt Jobs) મેળવવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે. જે યુવાઓ સરકારી નોકરી માટે સપનું જોઈ રહ્યા છે તેના માટે સારા સમાચાર છે. કરન્સી નોટ પ્રેસ નાસિક દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટે સૂચના બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા સુપરવાઈઝર આર્ટિસ્ટ, સચિવાલય સહાયક અને જુનિયર ટેકનિશિયનની કુલ 117 જગ્યાઓ ભરવામાં આવશે.

ભરતી દ્વારા 12 જગ્યાઓ જુનિયર ટેક્નિશિયન માટે જુદા જુદા વિભાગોમાં નિર્ધારિત કરવામાં આવી છે. અન્ય ખાલી જગ્યાની માહિતી માટે રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન cnpnashik.spmcil.com વેબસાઈટ પર ચેક કરી શકે છે.

અરજી પ્રક્રિયા 19 ઓક્ટોબર 2023થી શરૂ

ખાલી જગ્યા પર ભરતી માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે, 19 ઓક્ટોબર 2023થી શરૂ થઈ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18મી નવેમ્બર 2023 રાખવામાં આવી છે. અરજી કર્યા બાદ આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં સંસ્થા દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-12-2024
Business Women : દહીં વેચતી કંપનીમાંથી દીપિકા પાદુકોણ આ રીતે કમાય છે પૈસા, જાણો
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર કોને બ્લોક કર્યો?
પૂરી થઈ રાહ, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર કરશે આ કામ
કુવૈતમાં મજૂરોને કેટલું દૈનિક વેતન મળે છે? જાણી લો
Raw Milk : કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

શૈક્ષણિક લાયકાત અને અરજી ફીની વિગતો

આ પોસ્ટની અરજી કરવા માટે ઉમેદવારો પાસે B.Sc. એન્જિનિયરિંગ સંબંધિત ક્ષેત્રમાં BE/B.Tech ડિગ્રી હોવી જરૂરી છે. અરજી ફી વિશે વાત કરીએ તો, જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા ચૂકવવા પડશે. ભરતી સંબંધિત વધારે જાણકારી માટે cnpnashik.spmcil.com ની મુલાકાત લેવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા અને પગારની વિગતો

આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિયમો અને શરતો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ભરતી દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને 18,780 થી 95,910 રૂપિયા સુધીનો પગાર મળશે.

આ પણ વાંચો : Govt Jobs: 12 ધોરણ પાસ ઉમેદવારોની સુપ્રિટેન્ડેન્ટની ખાલી જગ્યા પર ભરતી, આ રીતે કરી શકાશે અરજી

આવી રીતે કરો ઓનલાઈન અરજી

  • ઉમેદવારો સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cnpnashik.spmcil.com ની મુલાકાત લો.
  • રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરીને નોંધણી કરો.
  • ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરીને સબમિટ કરો.
  • સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને રાખો.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article