Govt Jobs: ITI અને ડિપ્લોમા પાસ ઉમેદવારોને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં જોડાવાની તક, આ રીતે કરો ઓનલાઈન અરજી

|

Aug 26, 2023 | 6:39 PM

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે (IOCL) એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે 10 સપ્ટેમ્બર અથવા તે પહેલા અરજી કરી શકે છે. અરજી સત્તાવાર વેબસાઇટ iocl.com દ્વારા કરવાની રહેશે.

Govt Jobs: ITI અને ડિપ્લોમા પાસ ઉમેદવારોને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં જોડાવાની તક, આ રીતે કરો ઓનલાઈન અરજી
Govt Jobs 2023

Follow us on

ITI અને ડિપ્લોમા પાસ કરનારા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે (IOCL) એપ્રેન્ટિસની જગ્યાઓની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે 10 સપ્ટેમ્બર અથવા તે પહેલા અરજી કરી શકે છે. અરજી સત્તાવાર વેબસાઇટ iocl.com દ્વારા કરવાની રહેશે. આ ભરતીઓ વિવિધ ટ્રેડ માટે કરવામાં આવશે.

25મી ઓગસ્ટથી અરજી સ્વિકારવામાં આવી રહી છે

કુલ 490 ખાલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ પોસ્ટ્સમાં ટેકનિશિયન, ટ્રેડ એપ્રેન્ટિસ/એકાઉન્ટ એક્ઝિક્યુટિવ/ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (ટેકનિકલ અને નોન-ટેક્નિકલ) સહિત વિવિધ ટ્રેડ આવરી લેવામાં આવ્યા છે. આ જગ્યાઓ માટે 25મી ઓગસ્ટથી અરજીઓ સ્વિકારવામાં આવી રહી છે.

જરૂરી લાયકાત શું છે?

ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવાર માટે 10 ધોરણ પાસ હોવું ફરજિયાત છે. આ સાથે ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડમાં ITI ડિગ્રી પણ હોવી જોઈએ. ડિપ્લોમા એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે ઉમેદવારે સંબંધિત ટ્રેડમાં 3 વર્ષનો ડિપ્લોમા હોવો આવશ્યક છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો બહાર પાડવામાં આવેલી ભરતીની જાહેરાત જોઈ શકે છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

કેવી રીતે થશે પસંદગી?

આ તમામ જગ્યાઓ માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષા CBT મોડમાં હશે. પરીક્ષામાં MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે.

આ રીતે કરો ઓનલાઈન અરજી

1. સત્તાવાર વેબસાઇટ iocl.com/apprenticeships ની મુલાકાત લો.

2. અહીં સંબંધિત ભરતી સૂચના પર ક્લિક કરો.

3. હવે સૂચના ધ્યાનથી વાંચો.

4. અરજીની લિંક પર ક્લિક કરો.

5. જરૂરી વિગતો દાખલ કરીને નોંધણી કરો.

6. હવે એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરો.

આ પણ વાંચો : Govt Jobs: પોલીસ કોન્સ્ટેબલની 3500થી વધુ જગ્યાઓ માટે થશે ભરતી, 10-12 પાસ ઉમેદવાર કરી શકે છે અરજી

પરીક્ષાની તારીખ હાલ જાહેર કરવામાં આવી નથી. પરીક્ષાની તારીખ સત્તાવાર વેબસાઇટ પર પછીથી પ્રકાશિત કરવામાં આવશે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ પણ આપવામાં આવશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article