Govt Jobs: સ્નાતકો માટે બેંકમાં સરકારી નોકરીની તક, આ રીતે કરો ઓનલાઈન અરજી, જાણો કેવી રીતે થશે સિલેક્શન

|

Oct 10, 2023 | 8:03 PM

આ જગ્યાઓ માટે 18 ઓક્ટોબરથી 17 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકાય છે. આ ભરતી દ્વારા કુલ 635 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે. બેંકિંગ આસિસ્ટન્ટ સહિતની પોસ્ટ્સ માટે ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.

Govt Jobs: સ્નાતકો માટે બેંકમાં સરકારી નોકરીની તક, આ રીતે કરો ઓનલાઈન અરજી, જાણો કેવી રીતે થશે સિલેક્શન
Govt Jobs

Follow us on

સરકારી નોકરીની (Govt Jobs) તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રાજસ્થાન સહકારી ભરતી બોર્ડે બેંકિંગ આસિસ્ટન્ટ, સિનિયર મેનેજર, મેનેજર અને કમ્પ્યુટર પ્રોગ્રામરની ખાલી જગ્યાઓ માટેની ભરતી કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. જે ઉમેદવારો આ ખાલી જગ્યા માટે અરજી (Online Application) કરવા ઈચ્છે છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ પર વિગતવાર સૂચના જોઈ શકે છે.

આ જગ્યાઓ માટે 18 ઓક્ટોબરથી 17 નવેમ્બર 2023 સુધી અરજી કરી શકાય છે. આ ભરતી દ્વારા કુલ 635 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.

અરજી ફી 400 રૂપિયા નક્કી કરવામાં આવી

અન્ય રાજ્યોના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી 600 રૂપિયા છે, જ્યારે રાજસ્થાન રાજ્યના રહેવાસી તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અરજી ફીની ચૂકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેંકિંગ દ્વારા કરી શકાય છે. બેંકિંગ આસિસ્ટન્ટ સહિત અન્ય પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

ખાલી જગ્યાની વિગતો

  1. બેંકિંગ આસિસ્ટન્ટ – 540 પોસ્ટ
  2. મેનેજર – 89 પોસ્ટ
  3. સિનિયર મેનેજર – 1 પોસ્ટ
  4. કમ્પ્યુટર પ્રોગ્રામર – 5 પોસ્ટ

આ રીતે કરો અરજી

  • ઉમેદવારોએ પહેલા ઓફિશિયલ વેબસાઇટ rajcrb.rajasthan.gov પર જાઓ.
  • વેબસાઇટ પર અરજી કરતા પહેલા સૂચના ધ્યાનથી વાંચો.
  • અરજી માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ કાળજી પૂર્વક અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
  • અરજી ફોર્મ સબમિટ કરી અને તેની પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો : Govt Jobs: એન્જિનિયર અને LLB પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, આ રીતે કરો ઓનલાઈન અરજી

પરીક્ષા પેટર્નની વિગતો

કમ્પ્યુટર પ્રોગ્રામર પેપરમાં અંગ્રેજીના 30 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 30 માર્ક્સ મળશે. Numerical Ability ના 40 પ્રશ્નો હશે, જેના માટે 40 ગુણ આપવામાં આવશે. આ સિવાય રિઝનિંગના 40 પ્રશ્નો હશે, જેના માટે 40 માર્કસ આપવામાં આવશે. જનરલ નોલેજ રાજસ્થાન વિષયના 40 પ્રશ્નો હશે, ઉમેદવારોને આ માટે 40 માર્ક મળશે. પ્રોફેશનલ વિષયમાં 50 પ્રશ્નો હશે અને 50 માર્કસ આપવામાં આવશે. કુલ 200 પ્રશ્નો માટે 200 માર્કસ આપવામાં આવશે. પરીક્ષા 120 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:39 pm, Tue, 10 October 23

Next Article