Govt Jobs: સ્નાતકો માટે બેંકમાં સરકારી નોકરીની તક, પગાર મળશે 50000 રૂપિયાથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી

|

Oct 15, 2023 | 8:36 PM

મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડે ટ્રેઇની ક્લાર્ક સહિતની ખાલી જગ્યા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ભરતી માટેની અરજી પ્રક્રિયા 10 ઓક્ટોબર, 2023થી શરૂ થઈ છે. ઉમેદવારો આ ખાલી જગ્યા માટે 30 ઓક્ટોબર 2023 સુધી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ mscbank.com ની મુલાકાત લેવી પડશે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 153 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

Govt Jobs: સ્નાતકો માટે બેંકમાં સરકારી નોકરીની તક, પગાર મળશે 50000 રૂપિયાથી વધારે, આ રીતે કરો ઓનલાઈન અરજી
Govt Jobs

Follow us on

કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોમાં સરકારી નોકરી (Govt Jobs) મેળવવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. તેમાં પણ જે યુવાઓ બેંકમાં (Bank Jobs) સરકારી નોકરી માટે સપનું જોઈ રહ્યા છે તેના માટે ખુશખબર છે. મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડે ટ્રેઇની ક્લાર્ક સહિતની ખાલી જગ્યા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ભરતી માટેની અરજી પ્રક્રિયા 10 ઓક્ટોબર, 2023થી શરૂ થઈ છે.

ઉમેદવારો આ ખાલી જગ્યા માટે 30 ઓક્ટોબર 2023 સુધી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ mscbank.com ની મુલાકાત લેવી પડશે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 153 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ, તો ઉમેદવારોએ મરાઠી વિષય સાથે મેટ્રિકની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને કોઈપણ પ્રવાહમાંથી સ્નાતકની ડીગ્રી હોવી જરૂરી છે.

ખાલી જગ્યાની વિગતો

  • ટ્રેઈની જુનિયર ઓફિસર – 45 પોસ્ટ
  • ટ્રેઈની ક્લાર્ક – 107 પોસ્ટ
  • સ્ટેનો ટાઈપિસ્ટ (જુનિયર ઓફિસર ગ્રેડ) – 1 પોસ્ટ

ઉમેદવારોની અંતિમ યાદી લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યુ અને સ્કીલ ટેસ્ટના આધારે તૈયાર કરવામાં આવશે. લેખિત પેપર અંગ્રેજીમાં જ હશે. પગારની વાત કરીએ તો સ્ટેનો ટાઈપિસ્ટને પગાર ધોરણ મુજબ દર મહિને 50,415 રૂપિયા ચૂકવવાની જોગવાઈ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં નંબર-1 ભારતીય બોલરની કારકિર્દી ખતમ થશે?
TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો
ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા
ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી ઍર હોસ્ટેસ?
જાણો ફણસી ખાવાથી શું થાય છે ફાયદો ?

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ mscbank.com પર જાઓ.
  • અરજી માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ જેવા કે હસ્તાક્ષર, ફોટો, આઈડી પ્રૂફ વગેરે કાળજી પૂર્વક અપલોડ કરો.
  • ત્યારબાદ અરજી ફીની ચૂકવણી કરો.
  • છેલ્લે અરજી સબમિટ કરી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો : Govt Jobs: 10 ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીમાં ભરતી, પરીક્ષા વગર જ થશે પસંદગી, આ રીતે કરો ઓનલાઈન અરજી

અરજી ફી અને વય મર્યાદાની વિગતો

ટ્રેઇની જુનિયર ઓફિસર અને સ્ટેનો ટાઇપિસ્ટ માટે અરજી ફી 1170 રૂપિયા છે જ્યારે ટ્રેઇની ક્લાર્ક માટે અરજી ફી 1180 રૂપિયા રાખવામાં આવી છે. ઉમેદવારો અરજી ફી ઓનલાઇન મોડ દ્વારા ચૂકવી શકે છે. ટ્રેઇની જુનિયર ઓફિસર અને સ્ટેનો ટાઇપિસ્ટ માટે લઘુત્તમ વય મર્યાદા 23 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ 32 વર્ષ નક્કી કરવામાં આવી છે. ટ્રેઇની ક્લાર્ક માટે લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષની રહેશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article