Government Job : આ સરકારી સંસ્થાઓએ મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરી, જાણો સંપૂર્ણ વિગત અને અરજી કરવાની રીત

|

May 03, 2022 | 12:08 PM

આ બંને સરકારી સંસ્થાઓ દ્વારા ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રમતવીરો માટે વિશેષ ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે.બેન્ક દ્વારા ભરતી માટે 63840 રૂપિયા સુધી પગાર ઓફર કરવામાં આવી રહ્યો છે તો પોસ્ટ દ્વારા ખુબ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. 

Government Job : આ સરકારી સંસ્થાઓએ મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરી, જાણો સંપૂર્ણ વિગત અને અરજી કરવાની રીત
Gujarat Metro Recruitment

Follow us on

જો તમે નોકરી શોધી રહ્યા ચો તો આ અહેવાલ તમને મદદરૂપ સાબિત થશે. Indian Bank એ ક્લાર્ક અને JMG ઓફિસર સહિતની જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે તો ઈન્ડિયા પોસ્ટ(India Post)એ  GDS ભરતી 2022ની જાહેરાત કરી છે. આ બંને સરકારી સંસ્થાઓ દ્વારા ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રમતવીરો માટે વિશેષ ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે.બેન્ક દ્વારા ભરતી માટે 63840 રૂપિયા સુધી પગાર ઓફર કરવામાં આવી રહ્યો છે તો પોસ્ટ દ્વારા ખુબ મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે.

Indian Bank bharti 2022: Indian Bank એ ક્લાર્ક અને JMG ઓફિસરની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. નોટિફિકેશન અનુસાર આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે. આ ભરતી માટે અરજી ઓનલાઈન કરવાની છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2022 છે. આ હેઠળ કુલ 12 જગ્યાઓ ખાલી છે. ઇન્ડિયન બેંક ભરતી 2022 ની જાહેરાત અનુસાર એથ્લેટિક્સ, બાસ્કેટબોલ, ક્રિકેટ, હોકી અને વોલીબોલ ખેલાડીઓની સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ભરતી કરવામાં આવશે.

આવશ્યક શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર ઓછામાં ઓછો 12મું પાસ હોવો જોઈએ.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રમતગમતની લાયકાત

ઓફિસર JMG  – ક્રિકેટનો ખેલાડી હોવો જોઈએ જેણે  ઓછામાં ઓછી રણજી ટ્રોફી અથવા દુલીપ ટ્રોફી રમી હોય.
કારકુન- જુનિયર/વરિષ્ઠ સ્તરે રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ હોવું જોઈએ.

ઉંમર મર્યાદા

ઉમેદવારની વયમર્યાદા 18 થી 26 વર્ષ હોવી જોઈએ

તમને કેટલો પગાર મળશે?

ઓફિસર જેએમજી સ્કેલ I – 36000 -1490/7 – 46430 – 1740/2 – 49910 – 1990/7 – રૂ 63840
કારકુન- રૂ.17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550-1730/7-42660-3270/1-45930-1990/1-47920 પ્રતિ મહિને

અરજી ફી

SC, ST, દિવ્યાંગ – રૂ 100 + GST
અન્ય- રૂ. 400+ GST

 

India Post GDS Recruitment 2022: પોસ્ટલ વિભાગમાં નોકરી કરીને કારકિર્દી બનાવવા માંગતા યુવા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. પોસ્ટલ વિભાગમાં આ ભરતીઓ 10 પાસ માટે છે. આ ભરતી દેશભરની ગ્રામીણ પોસ્ટ ઓફિસોમાં પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવશે. ગ્રામીણ ડાક સેવકની કુલ 38926 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી એટલે કે 2જી મે 2022થી શરૂ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5મી જૂન 2022 છે. આવી સ્થિતિમાં, 10મું પાસ ઉમેદવારો અરજી કરવા ઇચ્છુક ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.

આવશ્યક લાયકાત

  • ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 10મું પાસ હોવા જોઈએ.
  • ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અનામત શ્રેણીના ઉમેદવારોને ભારત સરકારના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
  • ઉંમરની ગણતરી 5મી જૂન 2022ના આધારે કરવામાં આવશે.
  • ઉમેદવારોએ અરજી માટે 100 રૂપિયા ચૂકવવાના રહેશે.
  • તમામ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.

 

આ પણ વાંચો : Bank Jobs 2022: બેંક ઓફ ઈન્ડિયામાં વેકેન્સી, ઓફિસરની પોસ્ટ માટે સરકારી નોકરીની તક, સેલેરી 1 લાખથી વધુ

આ પણ વાંચો : Study Tips: અભ્યાસ કરતી વખતે સંગીત સાંભળવું સારું કે ખરાબ? શું સંગીત અભ્યાસમાં મદદ કરે છે ? વાસ્તવિકતા જાણો

Next Article