ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, પરીક્ષામાં ટોપ કરવા પર મળશે 3 લાખ રૂપિયા, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

|

Feb 17, 2023 | 3:49 PM

શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, બોર્ડ મેટ્રિક અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓમાં ટોપર્સને 3 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં બીજા અને ત્રીજા સ્થાને આવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે 2 લાખ અને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, પરીક્ષામાં ટોપ કરવા પર મળશે 3 લાખ રૂપિયા, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત
Board Exam

Follow us on

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સારા સમચાર છે. વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ટોપ કરશે તો લખપતિ બનશે. રાજ્યના શિક્ષણ મંત્રી જગરનાથ મહતોએ આ અંગે માહિતી આપી છે. રમતગમત સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, તેમણે કહ્યું કે, ઝારખંડ બોર્ડ મેટ્રિક અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓમાં ટોપર્સને 3 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. તે જ સમયે, બોર્ડની પરીક્ષામાં બીજા અને ત્રીજા સ્થાને આવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે 2 લાખ અને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

બોર્ડમાં ટોપ થ્રીમાં સામેલ થનાર વિદ્યાર્થીઓ લખપતિ બનશે

અહીં નોંધનીય બાબત એ છે કે તેનો લાભ ઝારખંડ એકેડેમિક કાઉન્સિલ (JAC), CBSE અને ICSEના ત્રણેય બોર્ડમાં ટોપર્સને મળશે. શરત એ છે કે વિદ્યાર્થીઓ રાજ્યની પરીક્ષામાં ટોપ કરે. ત્રણેય બોર્ડમાં ટોપ થ્રીમાં સામેલ થનાર વિદ્યાર્થીઓ લખપતિ બનશે. એવું માનવામાં આવે છે કે સરકારનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેના દ્વારા અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે.

લેપટોપ અને સ્માર્ટફોન પણ મળશે

ઝારખંડ કેબિનેટે ટોપર્સને લેપટોપ અને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી દીધી છે. કેબિનેટ તરફથી પણ આ નિર્ણયને લીલી ઝંડી આપવામાં આવી છે. આ યોજના 2022 ના ટોપર્સ સાથે લાગુ કરવામાં આવશે. ઝારખંડ બોર્ડની પરીક્ષા માર્ચમાં શરૂ થવા જઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કહી શકાય કે બોર્ડની પરીક્ષાને આડે લગભગ એક મહિનો બાકી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંંચો : Student ધ્યાન આપો….બોર્ડ એક્ઝામમાં મળશે હેલ્પ, સમય મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ થાય છે, તો અપનાવો આ 4 ટીપ્સ

ગત વર્ષના ટોપર્સનું સન્માન કરવામાં આવશે

પહેલા ધોરણ 10માં ટોપ થ્રી ટોપર્સને અનુક્રમે 1 લાખ, 75 હજાર અને 50 હજાર રૂપિયા મળતા હતા. પરંતુ ત્યારબાદ નિયમોમાં ફેરફાર કરીને રકમ વધારી દેવામાં આવી હતી. હવે ધોરણ 10મા ટોપર્સને પણ ધોરણ 12મા ટોપર્સની જેમ 3 લાખ, 2 લાખ અને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

શિક્ષણ વિભાગ પાસે ગયા વર્ષે પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓની યાદી છે. ટૂંક સમયમાં તેમના સન્માન માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સરકારના આ નવા નિર્ણયને કારણે આ સત્રમાં 75 વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે. જેમાં ઝારખંડ બોર્ડ, CBSE અને ICSEના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Next Article