Gate Exam Result 2022: ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

આ વર્ષે ગેટ 2022ની પરીક્ષા ખડગપુર દ્વારા 5મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન કોમ્પ્યુટર આધારિત પરીક્ષાના સ્વરૂપમાં લેવામાં આવી હતી.

Gate Exam Result 2022: ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
File Image
| Edited By: | Updated on: Mar 17, 2022 | 11:00 AM

Gate Exam Result 2022: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુર (IIT Kharagpur)એ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE) પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઈટ-gate.iitkgp.ac પર જઈને પરિણામ જોઈ શકે છે. પરિણામ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જો કે, GATE 2022નું સ્કોર કાર્ડ (GATE Scorecard 2022) અત્યારે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી. તમે 21 માર્ચ સુધી સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકો છો. પરિણામોની સાથે IIT ખડગપુર એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા માટે ફાઈનલ આન્સર કી પણ બહાર પાડે તેવી અપેક્ષા છે. પોર્ટલ પર લૉગ ઇન કરીને તમે ફાઈનલ આન્સર કી જોઈ શકશો.

આ પરીક્ષા દર વર્ષે દેશભરમાં આયોજિત એન્જિનિયરિંગ સ્નાતકો માટે ભરતી-કમ-પ્રવેશ પરીક્ષા છે. આ વર્ષે ગેટ 2022ની પરીક્ષા ખડગપુર દ્વારા 5મી ફેબ્રુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન કોમ્પ્યુટર આધારિત પરીક્ષાના સ્વરૂપમાં લેવામાં આવી હતી. આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ લાંબા સમયથી પરિણામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા.

GATE 2022નું પરિણામ કેવી રીતે તપાસવું?

1. ગેટ 2022ની અધિકૃ વેબસાઈટ gate.iitkgp.ac.in પર જાવ.

2. ગેટ 2022 પરિણામ લિંક પર ક્લિક કરો.

3. એનરોલમેન્ટ આઈડી અને પાસવર્ડની મદદથી લોગઈન કરો.

4. ગેટ 2022નું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

5. ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે GATE પરિણામ 2022ની પ્રિન્ટ આઉટ લો.

ઉમેદવારો માટે GATE પરીક્ષામાં આપવાનું સૌથી મોટુ કારણ સમગ્ર દેશમાં NITs, IITs અને IIITsમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું છે. દરેક સંસ્થા તેની પોતાની એડમિશન કટઓફ બહાર પાડે છે, જેના માટે દરેક ઉમેદવારે ક્વોલિફાઈંગ કટઓફ સાથે ક્વોલિફાય કરવું પડશે.

GATE 2022 કટઓફના લઘુત્તમ માપદંડોને પૂર્ણ કરનારા ઉમેદવારો વધુ અભ્યાસ માટે વિદેશમાં પણ અભ્યાસ કરી શકે છે. સિંગાપોર અને જર્મની જેવા દેશોની યુનિવર્સિટીઓ તેમના દેશમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GATE સ્કોર્સ સ્વીકારે છે. સ્કોર કાર્ડ ડાઉનલોડ કરવા માટે 21 માર્ચ સુધીની રાહ જોવી પડશે. સ્કોર કાર્ડની માહિતી પહેલાથી જ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Petrol Diesel Price Today : સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ -ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના ભાવ

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ સાથે કરી વાતચીત, શું અસંતુષ્ટ G-23 જૂથના નેતાઓને મનાવી શકશે કોંગ્રેસ અધ્યક્ષ ?