JEE Mains Result 2022: JEE મેઈન્સના પરિણામમાં મોડું થવાથી હેરાન વિદ્યાર્થીઓ શેયર કર્યા ફની મીમ્સ, જોઈને તમે હસવાનું રોકી નહીં શકો

|

Jul 10, 2022 | 4:49 PM

JEE Main June Session Result 2022: જેઈઈ મેઈન્સના પરિણામમાં (JEE Mains Result) મોડું થવાથી હેરાન વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર ફની મીમ્સ શેયર કરી રહ્યા છે. પરિણામ અંગે કોઈ અપડેટ ન આવતા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.

JEE Mains Result 2022: JEE મેઈન્સના પરિણામમાં મોડું થવાથી હેરાન વિદ્યાર્થીઓ શેયર કર્યા ફની મીમ્સ, જોઈને તમે હસવાનું રોકી નહીં શકો
JEE-Result

Follow us on

JEE Mains Memes: JEE મેઈન્સના જૂન સેશન પરિણામ જાહેર થવાની સ્ટુડન્ટ્સ સતત રાહ જોઈ રહ્યા છે. એનટીએ તરફથી પરિણામ વિશે હાલમાં કોઈ અપડેટ નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 10 જુલાઈ સુધીમાં પરિણામ (JEE Mains Result 2022) જાહેર કરવામાં આવશે. પરિણામ વિશે કોઈ અપડેટ ન આવતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ફની-ફની મીમ્સ શેયર કરીને પોતાની ભાવનાઓ શેયર કરી રહ્યા છે. આ ફની મીમ્સ જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો. આ ફની મીમ્સ (JEE Mains Result Date) પર લોકોની રિએક્શન સામે આવી રહ્યા છે.

સ્ટુડન્ટ્સે શેયર કર્યા ફની મીમ્સ

એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટર પર સની દેઓલનું પોસ્ટર શેયર કરતાં લખ્યું. તારીખ પર તારીખ.. આ ફેમસ ડાયલોગ તો સાંભળ્યો જ હશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે મીમ્સ શેયર કરતા લખ્યું કે યે ક્યા તમાશા લગા હૈ તુને હૈ.. આ ડાયલોગ ફિલ્મ ઈશ્કનો છે, જે ખૂબ ફેમસ છે. આવા ઘણા ફેમસ ડાયલોગ અને મીમ્સ શેયર કરવામાં આવી રહ્યા છે. જેને જોઈને તમે પણ તમારું હસવાનું રોકી શકશો નહીં. જેઈઈ મેઈન્સનું પરિણામ એનટીએની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ એનટીએની jeemain.nta.nic.in વેબસાઈટ પર જોઈ શકશે.

આ પણ વાંચો

JEE Main Result 2022 કેવી રીતે જોવું

પરિણામ જોવા માટે ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in પર જાઓ. JEE Main 2022 Resultની લિંક પર ક્લિક કરો. લોગિન ડિટેલ્સ ફિલ કરો અને સબમિટ બટન દબાવો. હવે તમે સ્ક્રીન પર તમારું પરિણામ જોઈ શકશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 6ઠ્ઠી જુલાઈના રોજ B.E./B.Tech પેપર I માટે ફાઈનલ જેઈઈ મેઈન 2022ની આન્સર કી બહાર પાડી હતી. આન્સર કી જાહેર થયા પછી પરિણામની રાહ જોવામાં આવી રહી છે.

Next Article