ફેસબુકની પેરેન્ટ કંપની Metaમાં છટણી ! હજારો લોકો તેમની નોકરી ગુમાવવાના જોખમમાં

|

Nov 07, 2022 | 8:42 AM

આ અઠવાડિયે Metaમાં હજારો લોકો તેમની નોકરી ગુમાવવાના જોખમમાં છે. કંપની મોટાપાયે છટણી કરવાની યોજના બનાવી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલે આ માહિતી આપી છે.

ફેસબુકની પેરેન્ટ કંપની Metaમાં છટણી ! હજારો લોકો તેમની નોકરી ગુમાવવાના જોખમમાં
META Layoff

Follow us on

Facebookની પેરેન્ટ કંપની Meta Platform Inc. આ અઠવાડિયે મોટાપાયે છટણી કરવાની યોજના બનાવી રહી છે. મેટામાં આ છટણીના કારણે હજારો કર્મચારીઓને અસર થવાની છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે આ મામલાની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને આ માહિતી આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે કે, છટણી આ બુધવારથી શરૂ થઈ શકે છે. જ્યારે આ અંગે માહિતી માંગવામાં આવી ત્યારે માર્ક ઝુકરબર્ગની માલિકીની મેટાએ કોઈપણ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો.

ઓક્ટોબરમાં, ફેસબુકની પેરેન્ટ કંપનીએ નબળું ક્વાર્ટર હોવાનો અહેવાલ આપ્યો હતો. સાથે જ કહ્યું કે, આવનારા વર્ષમાં કંપનીના ખર્ચમાં વધારો થવાનો છે. આ પછી શેરબજારમાં હલચલ મચી ગઈ હતી અને મેટાનો 67 અબજ ડોલરનો સ્ટોક ઘટી ગયો હતો. આ વર્ષે જ મેટાના શેર મૂલ્યમાં અડધા ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે.

કંપની ફેરફારોથી પરેશાન

કંપની દ્વારા આ માહિતી એવા સમયે આપવામાં આવી રહી છે, જ્યારે મેટાની આર્થિક વૃદ્ધિ ધીમી પડી રહી છે. મેટાને ટિકટોક જેવા પ્લેટફોર્મ પરથી સખત સ્પર્ધા મળી રહી છે. આ ઉપરાંત, કંપની એપલ દ્વારા ગોપનીયતામાં કરેલા ફેરફારો, મેટાવર્સ પર મોટા પ્રમાણમાં ખર્ચ અને નિયમનના વર્તમાન જોખમોને કારણે પણ નાણાકીય નુકસાનનો સામનો કરી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઝુકરબર્ગે પહેલેથી જ છટણીનો આપ્યો હતો સંકેત

ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે, તેઓ અપેક્ષા રાખે છે કે મેટાવર્સમાં કરાયેલા રોકાણોના લાભો મેળવવામાં લગભગ એક દાયકાનો સમય લાગશે. આ દરમિયાન, તેઓને હાયરિંગ, પ્રોજેક્ટ બંધ થવા અને ખર્ચ ઘટાડવા માટે ટીમોનું પુનર્ગઠન કરવાની જરૂર છે.

ઑક્ટોબરમાં, ઝુકરબર્ગે કહ્યું હતું કે, “2023માં, અમે અમારું રોકાણ ઉચ્ચ પ્રાથમિકતાવાળા વિકાસ ક્ષેત્રોની નાની સંખ્યામાં કરવા જઈ રહ્યા છીએ. તેથી તેનો અર્થ એ છે કે કેટલીક ટીમો અર્થપૂર્ણ રીતે વૃદ્ધિ કરશે, પરંતુ મોટાભાગની અન્ય ટીમો આવતા વર્ષ સુધીમાં ઓછી થઈ જશે. એકંદરે, અમે અપેક્ષા રાખીએ છીએ કે 2023માં કર્મચારીઓની સંખ્યા કાં તો વધારે હશે અથવા આજની તુલનામાં થોડી ઓછી હશે. આવી સ્થિતિમાં, ઝુકરબર્ગે પહેલેથી જ છટણીના સંકેતો આપવાનું શરૂ કરી દીધું હતું.

Next Article