Teacher Job : UKમાં ઈન્ડિયન મેથ્સ અને સાયન્સ ટીચરની વધી ડિમાન્ડ, મહિને 2 લાખથી વધુ પગાર

|

May 28, 2023 | 2:45 PM

Indian Teacher Job in UK : યુકેમાં મોટા ભાગના શિક્ષકોને ભારત, ઘાના, સિંગાપુર, જમૈકા, નાઈજીરીયા અને ઝિમ્બાબ્વેમાંથી લેવામાં આવે છે. ઇન્ટરનેશનલ રિલોકેશન પેમેન્ટ્સ (IRP) હેઠળ યુકેમાં 300 થી 400 શિક્ષકોની માંગ છે.

Teacher Job : UKમાં ઈન્ડિયન મેથ્સ અને સાયન્સ ટીચરની વધી ડિમાન્ડ, મહિને 2 લાખથી વધુ પગાર
Indian Teacher Job in UK

Follow us on

Indian Teacher in UK : જો તમે શિક્ષક છો અને વિદેશમાં નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ દિવસોમાં યુકે સરકારની ઇન્ટરનેશનલ રિલોકેશન પેમેન્ટ્સ (IRP) સ્કીમ હેઠળ Indian Teachersની માંગ વધી છે. બ્રિટનમાં ભારતીય શિક્ષકોને લાખોના પગાર પેકેજ પર નોકરીઓ ઓફર કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે યુકેમાં 300 થી 400 ગણિત, વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની માંગ છે.

આ પણ વાંચો : Career News : ગુજરાત ST વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટરની મોટી ભરતી, 3400થી વધુ જગ્યા ભરવામાં આવશે

ઇન્ટરનેશનલ રિલોકેશન પેમેન્ટ્સ (IRP) યુકે જોબ ઓફર સાથે વિદેશી શિક્ષકોને લાગુ પડે છે. આ અંતર્ગત શિક્ષકોની માંગ પુરી કરવાની કામગીરી કરવામાં આવે છે. આ યોજના હેઠળ શિક્ષકોના વિઝાથી લઈને આરોગ્ય કે અન્ય ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Indian Teacherની સૌથી વધુ માંગ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ વર્ષે ભારત અને નાઈજીરીયા જેવા દેશોમાંથી ગણિત, વિજ્ઞાન અને ભાષાના સેંકડો શિક્ષકોને યુકે લાવવામાં આવશે. તેમાં ભારતીય શિક્ષકોની મહત્તમ સંખ્યા હોઈ શકે છે. યુકેના નેશનલ એસોસિએશન ઓફ હેડ ટીચર્સના જનરલ સેક્રેટરી પોલ વ્હાઇટમેને આ ભરતીઓ વિશે જણાવ્યું છે.

એક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, માર્ચ 2023માં વિશ્વભરના 400 થી વધુ શિક્ષકોની તાલીમ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, બાળકોના ભવિષ્ય માટે આ એક સારી તક છે. યુકેમાં મોટા ભાગના શિક્ષકોને ભારત, ઘાના, સિંગાપોર, જમૈકા, નાઈજીરીયા અને ઝિમ્બાબ્વેમાંથી લેવામાં આવે છે.

મળશે લાખોની સેલરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુકેમાં નોકરી મેળવવા માટે શિક્ષકો પાસે ડિગ્રી હોવી જરૂરી છે, ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ. ઉપરાંત, સ્નાતક સ્તરે અંગ્રેજી વિષય હોવો ફરજિયાત છે. જો પગારની વાત કરીએ તો વાર્ષિક 27 લાખ રૂપિયા એટલે કે એક મહિનામાં 2 લાખ રૂપિયાથી વધુનો પગાર હશે. આ ઉપરાંત ફ્રી વિઝા, સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા પણ આપવામાં આવશે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article