CTET 2021 Registration: CTET પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી

|

Oct 19, 2021 | 11:40 PM

CBSEએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન (CTET 2021 Registration) માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 ઓક્ટોબર 2021 સુધી નોંધણી કરાવી શકે છે.

CTET 2021 Registration: CTET પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવવામાં આવી
CTET 2021 Registration:

Follow us on

CBSEએ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન (CTET 2021 Registration) માટેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 ઓક્ટોબર 2021 સુધી નોંધણી કરાવી શકે છે. નોંધણી ફી જમા કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2021 હતી. અગાઉ નોંધણી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર હતી.

CBSEએ એક નોટિસ જાહેર કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉમેદવારોની સુવિધાને ધ્યાનમાં રાખીને લેહમાં એક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. જે ઉમેદવારો તેમની પરીક્ષાનું શહેર અથવા અન્ય કોઇ સુધારો કરવા ઇચ્છે છે તેઓ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2021 સુધી કરી શકે છે.

નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન નવી દિલ્હી દ્વારા બહાર પાડવામાં આવેલ ગેઝેટ નોટિફિકેશન નંબર 459 અને 462 પર આધારિત ન્યૂનતમ 55% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્રણ વર્ષ સંકલિત B.Ed.-M.Ed. ઉમેદવારો CTET ડિસેમ્બર, 2021માં આપેલ પાત્રતા માપદંડ મુજબ પણ અરજી કરી શકે છે. નવા કેન્દ્રની સ્થાપના અને આ ઉમેદવારોની અરજીઓને ધ્યાનમાં રાખીને નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

CTET 2021 માટે નોંધણી કેવી રીતે કરવી

સ્ટેપ 1: નોંધણી કરવા માટે, પહેલા CTET ની સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઇટ પર આપવામાં આવેલી નોંધણી માટે લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે વિનંતી કરેલ નામ, ઇમેઇલ, મોબાઇલ નંબર અને અન્ય માહિતી સબમિટ કરીને લોગઈન જનરેટ કરો.
સ્ટેપ 4: હવે લોગઈન કરો.
સ્ટેપ 5: અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી સબમિટ કરો.
સ્ટેપ 6: ફોટો અને સહી અપલોડ કરો કરો.
સ્ટેપ 7: હવે અરજી ફી સબમિટ કરો.
સ્ટેપ 8: તમામ અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, છેલ્લે કન્ફર્મેશન પેજનું પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Next Article