CRPF Recruitment 2023 : CRPF ભરતી માટે આજથી અરજી શરૂ, 9000 થી વધુ પદ ભરાશે

|

Mar 27, 2023 | 7:59 AM

CRPF Recruitment 2023 : CRPFમાં કોન્સ્ટેબલની ભરતી થવા જઈ રહી છે. આ માટે ઓફિશિયલ વેબસાઇટ crpf.gov.in પર જઈને અરજી કરવી પડશે. ચાલો જાણીએ કે કઈ રીતે નોકરી માટે અરજી કરી શકાય છે.

CRPF Recruitment 2023 : CRPF ભરતી માટે આજથી અરજી શરૂ, 9000 થી વધુ પદ ભરાશે

Follow us on

CRPF Recruitment 2023 : દર વર્ષે મોટી સંખ્યામાં યુવાનો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં જોડાવાની તૈયારી કરે છે. આ યુવાનો માટે સારા સમાચાર છે, કારણ કે આજથી CRPF ભરતી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. વાસ્તવમાં CRPFને કોન્સ્ટેબલની જરૂર છે, જેના માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી છે. CRPFએ કોન્સ્ટેબલ (ટેકનિકલ અને ટ્રેડ્સમેન)ની 9,212 જગ્યાઓ માટે અરજીઓ માંગી છે. આ માટે 27મી માર્ચ, સોમવાર એટલે કે આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો : બંપર વેકેન્સી….CRPF, CISF સહિત છ ડિપાર્ટમેન્ટમાં ખાલી છે 84000 જગ્યાઓ, જાણો ક્યારે થશે ભરતી

લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ નોકરી માટે ઑનલાઇન અરજી કરવાની રહેશે. તમે CRPF ની ઓફિશિયલ વેબસાઇટ crpf.gov.in પર જઈને નોકરી માટે અરજી કરી શકો છો. ઉમેદવારોની પસંદગી 1 થી 13 જુલાઈ, 2023 દરમિયાન યોજાનારી કમ્પ્યુટર આધારિત કસોટીના આધારે કરવામાં આવશે. કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ માટે એડમિટ કાર્ડ 20 જૂને જાહેર કરવામાં આવશે. ઉમેદવારો 25 જૂનથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કેટલી જગ્યાઓ પર નિમણૂક થશે?

ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર આ ભરતી અભિયાન હેઠળ કોન્સ્ટેબલની કુલ 9,212 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. તેમાંથી 9,105 જગ્યાઓ માટે પુરૂષ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, જ્યારે 107 જગ્યાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવશે.

CRPFમાં નિમણૂકનું સપનું જોતા યુવાનોને જણાવવામાં આવે છે કે નોકરી માટે અરજી કરતાં પહેલા તેઓએ ઓફિશિયલ સૂચના વાંચવી જ જોઈએ. જેમાં તેમને શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની તમામ માહિતી મળશે.

CRPF Recruitment 2023 Official Notification

CRPF Recruitment માટે કેવી રીતે અરજી કરવી?

  1. કોન્સ્ટેબલની ભરતી માટે અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ crpf.gov.in ની મુલાકાત લો.
  2. હોમપેજ પર નીચે સ્ક્રોલ કરો અને પછી ભરતી ટેબ પર ક્લિક કરો.
  3. હવે તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  4. બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફોર્મ ચેક કરો.
  5. અરજી ફોર્મ તપાસ્યા પછી સબમિટ કરો.
  6. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

અરજીની ફી કેટલી છે?

જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂપિયા 100 ચૂકવવા પડશે. એસસી, એસટી, તમામ કેટેગરીના મહિલા ઉમેદવારો અને એક્સ-સર્વિસમેનને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Next Article