ભારતીય કોસ્ટ ગાર્ડમાં અધિકારીઓ માટે ભરતી છે. દેશની સેવા કરવા ઈચ્છુક ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. કોસ્ટ ગાર્ડે જે જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.
તેમાં સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર, સિવિલિયન સ્ટાફ ઓફિસર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, સેક્શન ઓફિસર, સિવિલિયન ગેઝેટેડ ઓફિસર, સ્ટોર ફોરમેન અને સ્ટોર કીપર ગ્રેડ-1નો સમાવેશ થાય છે. ઉમેદવારો કોસ્ટ ગાર્ડની ઓફિશિયલ વેબસાઇટ, indiancoastguard.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ સૂચનાની તારીખથી 60 દિવસ છે.
આ ભરતી અભિયાન દ્વારા કોસ્ટ ગાર્ડમાં વિવિધ વિભાગોમાં કુલ 38 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ) માટે 3 જગ્યાઓ, સિવિલિયન સ્ટાફ ઑફિસર (લોજિસ્ટિક્સ) માટે 12 જગ્યાઓ, આસિસ્ટેન્ટ ડાયરેક્ટર (રાજભાષા) માટે 12 જગ્યાઓ સામેલ છે. ઓફિશિયલ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 56 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પસંદ કરાયેલા ઉમેદવારોને તેમની પોસ્ટના આધારે પગાર આપવામાં આવશે. સિનિયર સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ)ને રૂપિયા 78,800 થી રૂપિયા 2,09,200 વચ્ચેનો પગાર મળશે. જ્યારે સિવિલિયન સ્ટાફ ઓફિસર (લોજિસ્ટિક્સ)ને રૂપિયા 67,700 થી રૂપિયા 2,08,700 સુધીનો પગાર મળશે.
અસિસ્ટેન્ટ ડાયરેક્ટર (રાજભાષા) નો પગાર રૂપિયા 56,100 થી રૂપિયા 1,77,500 વચ્ચે, સેક્શન ઓફિસરનો પગાર રૂપિયા 9,300 થી રૂપિયા 34,800 વચ્ચે, નાગરિક રાજપત્રિત અધિકારી (લોજિસ્ટિક્સ)નો પગાર રૂપિયા 44,190 થી રૂપિયા સ્ટોર ફોરમેનનો પગાર રૂપિયા 35,400 થી રૂપિયા 1,12,400 અને સ્ટોર કીપર ગ્રેડ-1નો પગાર રૂપિયા 25,500 થી રૂપિયા 81,100 વચ્ચે હશે.
ભારતીય કોસ્ટ ગાર્ડ એક સશસ્ત્ર દળ, શોધ, બચાવ અને દરિયાઈ કાયદા અમલીકરણ એજન્સી છે. જેની સ્થાપના બિન-લશ્કરી દરિયાઈ સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી હતી. આ સેના કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીમાં ભાગ લઈ શકે નહીં. કોસ્ટ ગાર્ડ ભારતીય દરિયાકાંઠાના રક્ષણ અને ભારતના દરિયાઈ ઝોનમાં નિયમો લાગુ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
વધુ માહિતી માટે તમે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિશિયલ વેબસાઈટ indiancoastguard.gov.in પર જઈ શકો છો.