IAF AFCAT Final Selection List: એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર, અહીં ડાયરેક્ટ લિંકથી કરો ચેક

ભારતીય વાયુસેના દ્વારા એરફોર્સ કોમન એડમિશન (Air Force CAT Result 2022) ટેસ્ટ માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ વેબસાઇટ afcat.cdac.in પર જાહેર કરવામાં આવ્યું છે.

IAF AFCAT Final Selection List: એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર, અહીં ડાયરેક્ટ લિંકથી કરો ચેક
Air-forceImage Credit source: IAF Website
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 10:18 PM

Air Force CAT Result 2022: ભારતીય વાયુસેનાએ (IAF) એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ માટે ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ આ માટે અરજી કરી હતી તેઓ વેબસાઈટ- afcat.cdac.in પર લિસ્ટ જોઈ શકે છે. જે ઉમેદવારોએ આ વર્ષની ઈન્ડિયન એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ આપી છે તેઓ ઈન્ડિયન એરફોર્સની ઓફિશિયલ વેબસાઈટ પર મેરિટ લિસ્ટ ચેક કરી શકે છે કે તેઓ સિલેક્શન થયા છે કે નહીં. જો કોઈ ઉમેદવારને મેરિટ લિસ્ટ જોવામાં કે આ સંબંધમાં કોઈ સમસ્યા હોય તો તેઓ પરીક્ષા અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. આ માટે તમે કોલ કરી શકો છો- 020 25503105/25503106 અથવા ઈ મેઈલ afcatcell@cdac.in પર કરી શકો છો.

એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ માટેની ફેઝ 2 પરીક્ષા 28, 29 અને 30 ઓગસ્ટ, 2022ના રોજ ફ્લાઈંગ બ્રાન્ચ, ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ અને નોન-ટેકનિકલ પોસ્ટ્સ હેઠળ 334 ખાલી જગ્યાઓ માટે આયોજન કરવામાં આવ્યું. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશન જોઈ શકો છો.

IAF AFCAT 2021: આ રીતે જોવો લિસ્ટ

  1. એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ સિલેક્શન લિસ્ટ જોવા માટે પહેલા ઓફિશિયલ વેબસાઈટ- afcat.cdac.in પર જાઓ.
  2. વેબસાઈટના હોમ પેજ પર NEWS ની લિંક પર જાઓ.
  3. હવે Airforce AFCAT 02/2021 Recruitment 2021 Final Selection List for 357 Post ની લિંક પર ક્લિક કરો.
  4. આ પછી એક PDF ફાઈલ ખુલશે.
  5. તેમાં તમે નામ અને રોલ નંબર સર્ચ કરી શકો છો.
  6. ઉમેદવારો ઈચ્છે તો તેને ડાઉનલોડ પણ કરી શકે છે.

IAF AFCAT 2021 Selection List

IAF AFCAT 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ

ભારતીય વાયુસેના (IAF)માં નોકરી મેળવવાની એક શાનદાર મોટી તક છે. IAFમાં શોર્ટ સર્વિસ કમિશન (SSC)ની ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ અને નોન-ટેકનિકલ) શાખાઓમાં ફ્લાઈંગ બ્રાન્ચ અને પરમેનન્ટ કમિશન (PC) અને શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) હેઠળ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની આવતીકાલે એટલે કે 30 જૂન 2022 છેલ્લી તારીખ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જેમણે હજુ સુધી આ પોસ્ટ્સ (IAF AFCAT Recruitment 2022) માટે અરજી કરી નથી, તેઓ IAF AFCATની ઓફિશિયલ વેબસાઈટ afcat.cdac.in પર જઈને એપ્લાય કરી શકે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ ભરતી માટે જાહેર કરાયેલ નોટિફિકેશનમાં ઉમેદવારોની યોગ્યતાની ડિટેલ્સ જોઈ શકે છે. આ માટે અરજી પ્રક્રિયા 01 જૂન 2022થી ચાલી રહી છે. આમાં ઓનલાઈન એપ્લાય કરતા પહેલા વેબસાઈટ પર જઈને ડિટેલ્સ જોઈ લો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">