CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો

|

Sep 23, 2021 | 4:11 PM

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ દ્વારા બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા પ્રોજેક્ટ એન્જિનિયર સહિત વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે.

CDAC Recruitment 2021: પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, જાણો તમામ વિગતો
CDAC Recruitment 2021

Follow us on

CDAC Recruitment 2021: સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ (Centre for Development of Advanced Computing) દ્વારા બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા (CDAC Recruitment 2021) પ્રોજેક્ટ એન્જિનિયર સહિત વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે. આ જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ- cdac.in પર જવું પડશે.

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટિંગ (Centre for Development of Advanced Computing) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી માટે હવે થોડા દિવસો બાકી છે. આમાં (CDAC Recruitment 2021) ઉમેદવારો 25 સપ્ટેમ્બર 2021 સુધી અરજી કરી શકે છો. આ ભરતી દ્વારા કુલ 259 ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ઉમેદવારોએ જાહેર કરેલી સત્તાવાર સૂચનાને સારી રીતે વાંચ્યા પછી જ આ પદ માટે અરજી કરવી જોઈએ.

અગત્યની તારીખો

  1. ઓનલાઈન નોંધણીની શરૂઆત- 02 સપ્ટેમ્બર 2021
  2. ઓનલાઈન નોંધણી માટેની છેલ્લી તારીખ- 25 સપ્ટેમ્બર 2021
  3. લેખિત પરીક્ષા/મુલાકાતની તારીખ ઇમેઇલ દ્વારા સૂચિત કરવામાં આવશે

શૈક્ષણિક લાયકાત

પ્રોજેક્ટ એન્જિનિયર્સની (Project Engineer) જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત પ્રવાહમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. જ્યારે પ્રોજેક્ટ સપોર્ટ સ્ટાફના (Project Support Staff) પદ માટે ઉમેદવાર પાસે MBA ડિગ્રી હોવી જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ખાલી જગ્યાની વિગતો

  1. પ્રોજેક્ટ એન્જિનિયર્સ (Project Engineers) – 249 પદ
  2. પ્રોજેક્ટ સહયોગી(Project Associate) – 4 પદ
  3. પ્રોજેક્ટ સપોર્ટ સ્ટાફ (Project Support Staff) – 6 પદ

વય મર્યાદા

આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 થી 37 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારો આ ભરતી (CDAC Recruitment 2021) સંબંધિત વધુ માહિતી માટે બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચના જોઈ શકે છે.

અરજી ફી

આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. ઉમેદવારોએ ફી ભરવાની રહેશે. C-DAC વેબસાઇટ પર ઓનલાઇન અરજી પ્રક્રિયા દરમિયાન ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. આ સિવાય SC/ST/PWD/EWS કેટેગરીના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોએ પણ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

 

આગામી 12 ડિસેમ્બરે યોજાનાર GPSCની પરીક્ષાની તારીખ બદલાઈ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં જ આગામી ભરતી અને પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આગામી 12 ડિસેમ્બરે GPSCની એક પરીક્ષા યોજાવાની હતી, જો કે હવે આ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 12-12-2021 ના બદલે આ પરીક્ષા 19-12-2021 ના રોજ લેવામાં આવશે.

આ પણ વાંચો: GANDHINAGAR : આગામી 12 ડિસેમ્બરે યોજાનાર GPSCની પરીક્ષાની તારીખ બદલાઈ

આ પણ વાંચો: SBI Clerk Mains Admit Card 2021 : SBI ક્લાર્ક મેઈન્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Next Article