CBSE term-1 Exam 21-22: પરીક્ષા માટે નવી OMR શીટ તૈયાર, હવે ખોટા જવાબ પર જવાબ બદલી શકાશે

|

Nov 05, 2021 | 1:33 PM

CBSEએ ધોરણ 10 અને 12ની ટર્મ-1 પરીક્ષા માટે તેની તમામ નવી OMR શીટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

CBSE term-1 Exam 21-22: પરીક્ષા માટે નવી OMR શીટ તૈયાર, હવે ખોટા જવાબ પર જવાબ બદલી શકાશે
CBSE term-1 Exam 21-22

Follow us on

CBSEએ ધોરણ 10 અને 12ની ટર્મ-1 પરીક્ષા માટે તેની તમામ નવી OMR (ઓપ્ટિકલ માર્ક રેકગ્નિશન) શીટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જેમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. આ પ્રથમ વખત હશે જ્યારે પરીક્ષાના દિવસે જ ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષા 16મી નવેમ્બરથી શરૂ થશે. પરીક્ષા માટે 90 મિનિટ આપવામાં આવશે. આ વર્ષે ધોરણ 10 અને 12ના 36 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ટર્મ 1 પરીક્ષાના દરેક પેપરમાં વધુમાં વધુ 60 પ્રશ્નો હશે. વિદ્યાર્થીઓએ તેમના જવાબો OMR શીટ પર ફક્ત પેનથી ચિહ્નિત કરવાના રહેશે.

આ સાથે OMR શીટમાં દરેક જવાબ સાથે એક અલગ બોક્સ હોવાથી વિદ્યાર્થીઓને આકસ્મિક રીતે જવાબ ખોટો લખાય જાય તો ચિંતા કરવાની જરૂર નથી. જો ઉમેદવારો જવાબ બદલવા માંગતા હોય તો તેઓ જવાબ બદલી શકે છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CBSE દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ટર્મ 1 પરીક્ષાને મુખ્ય અને નાના વિષયોમાં વિભાજિત કરવામાં આવશે. નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાના વિષયોની પરીક્ષા 16 નવેમ્બરથી શરૂ થશે, જ્યારે તમામ મુખ્ય વિષયોની પરીક્ષા 24 નવેમ્બર 2021થી શરૂ થશે. તમામ વિદ્યાર્થીઓ માટે ટર્મ 1 ની પરીક્ષામાં હાજર રહેવું ફરજિયાત છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

તે જ દિવસે થશે મૂલ્યાંકન

આ વર્ષથી ઉત્તરવહીનું મૂલ્યાંકન પરીક્ષાના દિવસે કરવામાં આવશે. ત્યાર બાદ તેની કોપી CBSEને મોકલવાની રહેશે. આ નવી OMR શીટ પર સંખ્યા મૂલ્યાંકન પ્રક્રિયાનો વીડિયો CBSE દ્વારા ઉમેદવારો અને શિક્ષકો સાથે શેર કરવામાં આવશે.

એડમિટ કાર્ડ ટૂંક સમયમાં થશે જાહેર

ટર્મ 1 બોર્ડ પરીક્ષા 2022 10મા અને 12માના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પરથી CBSE ટર્મ 1 બોર્ડ પરીક્ષા એડમિટ કાર્ડ 2021 ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ CBSE વેબસાઇટ પર નજર રાખે.

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે CBSEએ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બંનેની બોર્ડ પરીક્ષાઓ રદ કરવી પડી હતી. વૈકલ્પિક મૂલ્યાંકન યોજનાનો ઉપયોગ કરીને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: UPSC Interview Questions: એડવોકેટ અને લોયર વચ્ચે શું તફાવત છે? જાણો આવા જ પ્રશ્નો અને તેના જવાબો

આ પણ વાંચો: ધોરણ 12 પછી કોઈપણ કરી શકે આ પ્રકારના પ્રોફેશનલ કોર્સ, જાણો આ માટેની તમામ વિગતો

Next Article