CBSE અને ICSE બોર્ડની મનમાની સામે વાલીઓએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર, પરીક્ષા મોકૂફ રહેશે કે બદલાશે પેટર્ન ?

|

Nov 12, 2021 | 2:45 PM

ICSE અને CBSE બોર્ડની પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે, હાઇબ્રિડ મોડમાં પરીક્ષા યોજવાની વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.

CBSE અને ICSE બોર્ડની મનમાની સામે વાલીઓએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર, પરીક્ષા મોકૂફ રહેશે કે બદલાશે પેટર્ન ?
File Photo

Follow us on

ICSE CBSE Board Exam:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) ની ધોરણ-10 અને 12 બોર્ડ પરીક્ષાનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સીબીએસઈ (CBSE ટર્મ 1 પરીક્ષા) અને આઈસીએસઈ ટર્મ 1 પરીક્ષા અંગે પણ સર્વોચ્ચ અદાલતમાં (Supreme Court) અરજી દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં વિકલ્પ આપવા માંગ કરી રહ્યા છે.

જાણો શું છે સમગ્ર મામલો ?
કોવિડ-19ને ધ્યાનમાં રાખીને, CBSE અને ICSE એ બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં લેવાની તૈયારી કરી છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે કે આ પરીક્ષાઓ માત્ર ઓફલાઇન મોડમાં લેવામાં આવી રહી છે. તેમજ આ માટે CBSE કે ICSE બોર્ડ દ્વારા કોઈપણ ઓનલાઈન પરીક્ષા અંગે વિકલ્પ આપવામાં નથી આવ્યો. આવી સ્થિતિમાં, જ્યારે માતાપિતા પાસેથી સંમતિ પત્ર માંગવામાં આવે છે, ત્યારે તેમની પાસે તેમના બાળકને ઑફલાઇન પરીક્ષામાં (Offline Exam) બેસવા દેવા માટે તેમની સંમતિ આપવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. કોર્ટમાં અરજદારના વકીલે કહ્યું છે કે આ રીતે સંમતિ લેવી ગેરકાયદેસર છે. આ સાથે તે બાળકના સ્વાસ્થ્યના અધિકારનું પણ ઉલ્લંઘન છે.

બોર્ડની મનમાની સામે વાલીઓનો આક્રોશ
બોર્ડ દ્વારા ઓફલાઈન પરીક્ષાની સાથે ઓનલાઈનનો પણ વિકલ્પ આપવો જોઈએ તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે. ધોરણ-10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ હાઇબ્રિડ મોડમાં લેવી જોઈએ. એટલે કે ઓનલાઈન (Online Mode) અને ઓફલાઈન બંનેનો વિકલ્પ આપવો જોઈએ. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમની અનુકૂળતા મુજબ કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

તમને જણાવી દઈએ કે, ઓફલાઇન પરીક્ષાઓને કારણે કોરોના વાયરસના સંક્રમણના (Covid 19) જોખમને ટાંકીને 6 વિદ્યાર્થીઓના વાલીઓએ એડવોકેટ સુમંત નુકલા મારફતે દેશની સર્વોચ્ચ અદાલતમાં આ અરજી દાખલ કરી છે. અરજીકર્તાઓએ કહ્યું છે કે હાઇબ્રિડ મોડમાં પરીક્ષા યોજવી એ સમયની જરૂરિયાત છે.

શું બોર્ડ આપશે વિકલ્પ ?
ઉલ્લેખનીય છે કે, મુખ્ય વિષયો માટેની CBSE બોર્ડની પરીક્ષા 1લી ડિસેમ્બર 2021થી શરૂ થશે. જ્યારે અન્ય વિષયો માટેની CBSE પરીક્ષા 16 નવેમ્બર 2021થી શરૂ થઈ રહી છે. તેમજ ICSE ધોરણ 10 ની પરીક્ષા 22 નવેમ્બર 2021 થી શરૂ થઈ રહી છે અને ISC પરીક્ષા 15 નવેમ્બર 2021 થી શરૂ થઈ રહી છે. હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ એ સ્પષ્ટ થશે કે શું ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ ઉપલબ્ધ થશે અને પરીક્ષાની તારીખ આગળ વધશે કે પછી તમામ બાળકોએ ઓફલાઈન પરીક્ષા (Offline Exam) જ આપવાની રહેશે.

 

આ પણ વાંચો: Indian Railway Recruitment 2021: ભારતીય રેલ્વેમાં પરીક્ષા વિના મળી શકે છે નોકરી, જાણો ક્યાં કરવી અરજી અને શું છે છેલ્લી તારીખ

આ પણ વાંચો: NEET UG Result 2021: ઉમેદવારોની OMR શીટની Scanned Images થઈ જાહેર, આ રીતે ચેક કરો

Next Article