CBSE Private Exam 2021: ધોરણ 10 અને 12ની પ્રાઇવેટ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

|

Aug 21, 2021 | 7:03 PM

પ્રાઇવેટ વિદ્યાર્થીઓ માટે CBSE  ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી યોજાશે. અને ધોરણ 12 ની પરીક્ષા 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે  

CBSE Private Exam 2021: ધોરણ 10 અને 12ની પ્રાઇવેટ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
સાંકેતિક તસ્વીર

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12 ના પ્રાઇવેટ  વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. પ્રાઇવેટ વિદ્યાર્થીઓ માટે CBSE  ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી યોજાશે. અને ધોરણ 12 ની પરીક્ષા 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે  ઇમ્પ્રુવમેન્ટ અને કમ્પાર્ટમેન્ટની પરીક્ષાઓ સાથે, બોર્ડ પ્રાઇવેટ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લઇ રહ્યુ છે.    એડમિટ કાર્ડ, સીબીએસઇની વેબસાઇટથી રજિસ્ટ્રેશન નંબર, ગયા વર્ષના રોલ નંબર અથવા નામનો ઉપયોગ કરી ડાઉનલોડ કરી શકાય છે.

CBSE Admit Card 2021 આ સ્ટેપ્સથી ડાઉનલોડ કરો

સ્ટેપ-1  સૌ પ્રથમ CBSE ની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in  પર જાઓ.

સ્ટેપ-2 વેબસાઇટ પર આપવામાં આવેલા e-Pareeksha Portal for Various Examination Related Activities for 2021ની લિંક પર ક્લિક કરો

Ideal age gap Marriage : પતિ-પત્ની વચ્ચે ઉંમરનો કેટલો તફાવત હોવો જોઈએ?
આજનું રાશિફળ તારીખ : 28-12-2024
Pakistan Tallest Building : પાકિસ્તાનની સૌથી ઊંચી ઈમારતમાં શું છે?
CIBIL સ્કોર ચેક કર્યા વગર તમને તાત્કાલિક મળશે લોન, જાણો
Curry Leaves : કોણે મીઠો લીમડો ન ખાવો જોઈએ? નિષ્ણાતો પાસેથી જાણો
ભારત સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

સ્ટેપ-3 હવે એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-4  હવે તમારો એપ્લિકેશન નંબર અથવા પાછલા વર્ષનો રોલ નંબર અથવા નામ સબમિટ કરો.

સ્ટેપ-5 તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ-6 હવે તેને ડાઉનલોડ કરી લો

સ્ટેપ-7 ભવિષ્યન માટે તેની પ્રિન્ટ આઉટ લો

જણાવી દઈએ કે CBSE ના પ્રાઇવેટ ઉમેદવારોએ બોર્ડને વિનંતી કરી હતી કે નિયમિત વિદ્યાર્થીઓની જેમ પરીક્ષા રદ કરી અને વૈકલ્પિક પદ્ધતિનો ઉપયોગ કરીને પરિણામ જાહેર કરો.જો કે, બોર્ડે કહ્યું કે તે આ વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ પરીક્ષા આયોજિત કરશે કારણ કે તેની પાસે વૈકલ્પિક રીતે પરિણામ તૈયાર કરવા માટે આવશ્યક ડેટા નથી.  વિદ્યાર્થીઓનું કહેવું છે કે પહેલા તેમને પ્રાઇવેટ પરીક્ષાઓ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી ન હતી કે તે થશે કે નહીં, બાદમાં કહેવામાં આવ્યું કે પરીક્ષા યોજાશે.

બીજુ પરીક્ષાઓ એટલી મોડી લેવામાં આવી રહી છે કે તેમને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ ફી જમા કરાવી છે,પરંતુ અહીં તેમની ધોરણ 12ની પરીક્ષા ન થઇ શકી. પરિણામ હજુ દૂર છે, તેથી તેમનો પ્રવેશ રદ થવાનો ભય છે.

આ પણ વાંચોહવે વિદ્યાર્થીઓને જલવાયુ ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત મળશે ઇન્ટર્નશિપ કરવાની તક, જાણો સમગ્ર વિગતો

આ પણ વાંચોIAF AFCAT Admit Card 2021: કોમન એડમિશન ટેસ્ટનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ સરળ સ્ટેપ્સ દ્વારા કરો ડાઉનલોડ

Published On - 7:00 pm, Sat, 21 August 21

Next Article