BSF HC ASI Recruitment 2023 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની જગ્યા માટે જાહેર કરાયેલી ખાલી જગ્યા માટેની અરજી ટૂંક સમયમાં જ બંધ થવા જઈ રહી છે. જે ઉમેદવારો હજુ સુધી આ જગ્યા માટે અરજી કરી શક્યા નથી તેઓ BSF ભરતીની ઓફિશિયલ વેબસાઇટ rectt.bsf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 31 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરતાં પહેલા વેબસાઇટની મુલાકાત લઈને નોટિફિકેશન ચેક કરો.
આ પણ વાંચો : Agniveer Recruitment 2023: એપ્રિલમાં યોજાશે અગ્નિવીર ભરતીની પરીક્ષા, જાણો કેવી રહેશે આ વખતે પરીક્ષાની પેટર્ન
BSF દ્વારા જાહેર કરાયેલી આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 03 ફેબ્રુઆરી 2023 થી ચાલુ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 20 ફેબ્રુઆરી 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ખાલી જગ્યા માટે ફી સબમિટ કરવાની પણ આ છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં ઉમેદવારોએ નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ.
BSF HC Recruitment 2023 અહીં ડાયરેક્ટ અપ્લાય કરો.
BSF દ્વારા જાહેર કરવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 31 પદો પર ભરતી કરવામાં આવશે. કુલ પોસ્ટમાંથી આસિસ્ટેન્ટ સબ-ઇન્સ્પેક્ટર (કમ્પોઝિટર એન્ડ મશીન મેન) ની 3 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ (ઇન્કર એન્ડ વેયર હાઉસમેન) ની 2 જગ્યાઓ, હેડ કોન્સ્ટેબલ (વેટરનરી) ની 18 જગ્યાઓ અને કોન્સ્ટેબલ (કેનલમેન) ની 8 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે છે.
જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 12મું પાસ ઉમેદવારો આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ખાલી જગ્યામાં હેડ કોન્સ્ટેબલના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને લેવલ 4 હેઠળ રૂપિયા 25,000 થી રૂપિયા 81,100 સુધીનો પગાર મળશે. આ સિવાય અન્ય ભથ્થાનો લાભ પણ મળશે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.